

ભોપાલ : કૉંગ્રેસ (Congress)ને જોરદાર આંચકો આપીને જ્યોતિરાદિત્ય સિંધિયા (Jyotiraditya Scindia) બીજેપી (BJP)માં સામેલ થઈ ગયા. સિંધિયાએ આરોપ લગાવ્યો કે તેમને પાર્ટીમાં સતત નજરઅંદાજ કરવામાં આવી રહ્યા હતા. તેમની વાત સાંભળવા જ નહોતી આવતી. જોકે, ગાંધી પરિવાર (Gandhi Family)એ આ તમામ આરોપોને ફગાવી દીધા છે. રાહુલ ગાંધી (Rahul Gandhi)એ સ્પષ્ટ કહ્યું કે જ્યોતિરાદિત્ય જ એક એવી વ્યક્તિ હતા, જેમના માટે તેમના ઘરના દરવાજા હંમેશા ખુલ્લા રહેતા હતા. કૉંગ્રેસ હાઇકમાન્ડના નજીકના સૂત્રોએ તો એમ પણ કહ્યું કે પારિવારિછક નિકટતાના કારણે જે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને આશા નહોતી કે રાજકીય ખેંચતાણના આ પ્રકરણમાં સિંધિયા પાર્ટી છોડવા સુધીનો નિર્ણય લઈ શકે છે.


10 જનપથ સાથે જોડાયેલા નજીકના સૂત્રોનું માનીએ તો સિંધિયાના એ દાવોમાં કોઈ હકીકત નથી જેમાં કહેવામાં આવ્યું છે કે કૉંગ્રેસ હાઇકમાન્ડ તેમને મળવાનો સમય નથી આપતા. એ દાવો પણ ખોટો છે કે મધ્ય પ્રદેશ કૉંગ્રેસની અંદરની ખેંચતાણનું સમાધાન શોધવા માટે સિંધિયાને કોઈ વિકલ્પ નહોતો અપાયો. સૂત્રનું કહેવું છે કે ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહમાં વિદેશ પ્રવાસે રવાના થતાં પહેલાં મુખ્યમંત્રી કમલનાથ અને દિગ્વિજય સિંહની સાથે ચાલી રહેલી ખેંચતાણ ખતમ કરવાનો ફૉર્મ્યૂલા શોધવા માટે રાહુલ ગાંધીએ સીધી જ્યોતિરાદિત્ય સાથે વાત કરી હતી. રાહુલે તેના માટે સિંધિયાને પોતાની સાથે બહાર લંચ પર લઈને ગયા હતા, જ્યાં બંને વચ્ચે લાંબી વાતચીત થઈ હતી.


'સિંધિયાએ ગાંધી પરિવારની ઑફર ન માની' : જાગરણમાં પ્રકાશિત અહેવાલ મુજબ, લંચ દરમિયાન રાહુલે સિંધિયાને રાજ્યસભા ઉમેદવાર બનાવવાનો ભરોસો આપ્યો, કારણ કે ત્યારે રાજ્યસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દેવામાં આવી હતી. જોકે, રાહુલના આ આશ્વાસન બાદ પણ સિંધિયા સંતુષ્ટ નહોતા. સિંધિયાને વિશ્વાસ હતો કે કમલનાથ અને દિગ્વિજય સિંહ મળીને રાજ્યના રાજકારણમાં તેમને કિનારે મૂકવાનું કામ કરશે. સૂત્રો મુજબ, ત્યારબાદ સોનિયા ગાંધીએ પણ સિંધિયાને બોલાવીને તેમને મધ્ય પ્રદેશ કૉંગ્રેસના અધ્યક્ષ બનાવવાનો પ્રસ્તાવ આપ્યો. સિંધિયાએ પોતે આ વાતને લઈ રસ નહોતો દર્શાવ્યો.


જ્યોતિરાદિત્યના ઈરાદાઓનો ગાંધી પરિવારને અણસાર આવી ગયો હતો : હાઇકમાન્ડના આ નજીકના સૂત્રનું એમ પણ કહેવું છે કે સિંધિયા છેલ્લા એક વર્ષથી અસંતુષ્ટ હોવાની વાતથી નેતૃત્વ અજાણ નહોતું. તેથી તેમને રાજ્યસભા ઉમેદવાર અને પ્રદેશ અધ્યક્ષ બનવાના બંને વિકલ્પ આપવામાં આવ્યા હતા. તેની પર રાજી નહીં થવાનો અર્થ સ્પષ્ટ છે કે સિંધિયાએ પાર્ટી છોડવાનું મન પહેલા જ બનાવી દીધું હતું. જોકે, હાઇકમાન્ડ સાથે તેમના સંબંધો એટલા નજીકના હતા કે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી બંને જ પોતાની આ રજૂઆત ઠુકરાવી દેવાની પાછળ સિંધિયાના ઈરાદાઓની ગંધ આવી ગઈ હતી.


કમલનાથ અને દિગ્વિજય સિંહની સિંધિયા વિરુદ્ધની ગતિવિધિઓની વાત કેટલે અંશે હાઇકમાન્ડને પણ યોગ્ય લાગી રહી હીત. તેથી હાઇકમાન્ડના નેતાઓ સિંધિયાને સમાધાનનો વિકલ્પ આપી રહ્યા હતા. અને ત્યારે સોનિયા-રાહુલ બંનેને અંતિમ સમય સુધી અણસાર નહોતો કે જ્યોતિરાદિત્ય પાર્ટી છોડી દેશે. સોનિયા અને રાહુલ ઉપરાંત પ્રિયંકા ગાંધી વાડ્રા સાથે પણ સિંધિયાના સારા સંબંધો હતા અને બધાં સાથે તેમની સીધી વાત થતી હતી.