મધ્યપ્રદેશ: ઈન્દોરમાં એક એવી ઘટના સામે આવી છે, જે તમને શોલે ફિલ્મની યાદ અપાવી દેશે. ઉલ્લેખનીય છે કે, શોલે ફિલ્મના પ્રસિદ્ધ સીન મૌસી મેરી શાદી બસંતી સે કરવા લો, દરેક કોઈ આ સીનમાં ધર્મેન્દ્રના પાણીની ટાંકી પર ચઢી પોતાના પ્રેમ માટે હંગામો જોવાનું પસંદ કરતા હતા. પરંતુ, અસલી જિંદગીમાં આવી ઘટના ભાગ્યે જ સામે આવતી હોય છે. પરંતુ, ઈન્દોરમાં આ વખતે એક યુવતીએ શોલે ફિલ્મની યાદ અપાવી દે તેવો હંગામો કરી દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે. (ફોટો - એએનઆઈ)
પ્રાપ્ત માહિતી અનુસરા, ઈન્દોરના પરદેશીપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સગીર યુવતી પર પ્રેમનું ઝૂનુન એટલી હદે સવાર થઈ ગયું હતું કે, જે યુવકને તે પ્રેમ કરતી હતી, તેની સાથે જ લગ્ન કરવા માટે તે રસ્તાની સાઈડ પર જમીનથી લગભગ 40-50 ફૂટ ઊંચે એક હોડિંગ્સ પર લાગેલા જાહેરાત બોર્ડ પર જઈ બેસી ગઈ અને પોતાના પ્રેીને બોલાવવાની જીદ કરવા લાગી. યુવતીની આ દિવાનગીને જોતા ઘટના સ્થળ પર લોકોના ટોળે-ટોળા ઉમટી પડ્યા હતા. અને ધીમે ધીમે રોડ પર ભારે ટ્રાફિક જામ થવા લાગ્યો. આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ અને લગભગ 45 મિનિટ સુધી યુવતીને સમજાવ્યા બાદ યુવતી ઉતરવા માટે તૈયાર થઈ. (ફોટો - એએનઆઈ)
વિગતે ઘટનાની વાત કરીએ તો, ઈન્દોરના પરદેશીપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં યુવક અને યુવતી બંને નજીકમાં જ રહે છે. અને યુવતીને ખબર પડી કે, તેના પરિવારજનો તેના લગ્ન અન્ય જગ્યા પર કરવા જઈ રહ્યા છે. આ વાત જાણ્યા બાદ યુવતી અને યુવકના પરિવાર વચ્ચે થોડી બોલાચાલી પણ થઈ ગઈ. આ મામલે પ્રેમી સાથે પણ યુવતીને તણાવ વધી ગયો. પ્રેમમાં હતાશ થયેલી યુવતી સીધી પરદેશીપુરા સ્થિત એમ.આર. 4 માર્ગ પર આવી અને ત્યાં લાગેલા હોર્ડિંગ્સ બોર્ડ પર ચઢી ગઈ. (ફોટો - એએનઆઈ)
રવિવાર રાત્રે આ બોર્ડ પર ચઢી યુવતી યુવકને વારંવાર ફોન કરી રહી હતી, યુવતીને જોઈ લોકોના ટોળા ભેગા થવા લાગ્યા અને પોલીસ પણ પહોંચી ગઈ અને કલાકો સુધી આ હંગામો ચાલ્યો હતો. જોકે, પોલીસની 45 મિનિટ સુધીની સમજાવટ બાદ આખરે યુવતી નીચે ુતરવા રાજી તઈ અને પોલીસે હાશકારો લીધો. પોલીસ ત્યારબાદ યુવતીને પોલીસ સ્ટશન લઈ ગઈ અને તેની કાઉન્સેલિંગ પમ કરવામાં આવી. ત્યારબાદ યુવતીએ કબુલ્યું કે, તે ફરી આવી કોઈ હરકત નહીં કરે. આ બાજુ યુવતીના પરિવારજનોને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા અને પરિવારને સોંપવામાં આવી. (ફોટો - એએનઆઈ)