નવી દિલ્હી : ચીનના (China)આક્રમક વલણથી પરેશાન ઇન્ડોનેશિયા (Indonesia)હવે ફ્રાન્સ પાસેથી રાફેલ લડાકૂ વિમાન ખરીદવા જઈ રહ્યું છે. ફ્રાન્સના રક્ષા મંત્રી ફ્લોરેંસ પાર્લે એક ઇન્ટરવ્યૂંમાં આ ડીલની પૃષ્ટિ કરતા કહ્યું કે 36 રાફેલ વિમાન વેચવાને લઈને દક્ષિણ પૂર્વી એશિયન દેશ ઇન્ડોનેશિયા સાથે ડીલ ફાઇનલ થઈ છે. લાંબા સમયથી બંને દેશો વચ્ચે રાફેલ વિમાનોના વેચાણને લઈને વાતચીત ચાલી રહી હતી. હવે સાઉથ ચાઇના સી માં ડ્રેગનના યુદ્ધપોતો જ નહીં તેના ફાઇટર જેટ્સ માટે પણ ખતરો વધી જશે. (ફોટો સૌ - ન્યૂઝ 18 ઇંગ્લિશ)
ફ્રાન્સની લા ટ્રિબ્યૂન ફાઇનેંશિયલ વેબસાઇટે પહેલા જ આ ડીલનો ખુલાસો કર્યો હતો. જોકે તે રિપોર્ટમાં 36ના બદલે 48 રાફેલ વિમાનનો ઉલ્લેખ હતો. જેમાં લખ્યું હતું કે જકાર્તા પોતાના રક્ષા સહયોગ વધારવા માટે ફ્રાન્સ સાથે રાફેલ વિમોનાના ડીલને અંતિમ સ્વરૂપ આપવા માટે ઉત્સુક છે. આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ વર્ષના અંત સુધી રાફેલ વિમાનોની ડીલ પર સમજુતી બનવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. (ફોટો સૌ - ન્યૂઝ 18 ઇંગ્લિશ)
ફ્રાન્સ અને ઇન્ડોનેશિયા વચ્ચે રક્ષા સંબંધોની હાલમાં શરૂઆત થઈ હતી. રાફેલ ડીલ પહેલા 2019માં ઇન્ડોનેશિયાના એરફોર્સ માટે આઠની સંખ્યામાં એરબસ હેલીકોપ્ટર H225Mનો કરાર થયો હતો. નિક્કેઈ એશિયન રિવ્યૂના મતે ઇન્ડોનેશિયાના રક્ષા મંત્રી પાર્બોવો સુબિઆંતોએ ઓક્ટોબરમાં પેરિસ પ્રવાસ સમયે આ ડીલને લઈને વાતચીત થઈ હતી. (ફોટો સૌ - ન્યૂઝ 18 ઇંગ્લિશ)