મુંબઈ: અમેરિકામાં એક ભારતીય યુગલ પોતાના ઘરમાંથી મૃત હાલતમાં મળ્યું આવું છે. ચાર વર્ષની દીકરી ઘરની બાલ્કનીમાં રડી રહી હોવાથી પાડોશીઓને કંઈક અજુગતું બન્યાનું શંકા પડી હતી. જે બાદમાં તપાસ કરતા બાળકીના માતાપિતા મૃત હાલતમાં મળી આવ્યા હતા. મૃત મળી આવેલા યુગલના પરિવારના સભ્યોએ શુક્રવારે આ માહિતી આપી હતી. મૃત હાલતમાં મળી આવેલા યુગલના શરીર પર ઈજાના નિશાન છે. હાલ આ મામલે અમેરિકન પોલીસ તપાસ કરી રહી છે. બંનેનો મૃતદેહ ભારત પહોંચતા આછથી દસ દિવસ જેટલો સમય લાગશે. યુગલના મોતની તેની ચાર વર્ષની દીકરી નોધારી બની છે. હાલ બાળકી મૃતકના અને મિત્રના ઘરે છે.
મળતી માહિતી પ્રમાણે 32 વર્ષીય બાલાજી ભરત રુદ્રવર અને તેની પત્ની આરતી બાલાજી રુદ્રવરના મૃતદેહ તેના એપાર્ટમેન્ટ ખાતેથી જ મળી આવ્યા હતા. બાલાજીના પિતા ભરત રુદ્રવરે ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે, "બુધવારે એપાર્ટમેન્ટના અંદરથી બંનેનો મૃતદેહ મળી આવ્યો હતો. પાડોશીએ મારી પૌત્રીની બાલ્કનીમાં રડતી જોઈ હતી. જે બાદમાં સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘરમાં તપાસ કરી હતી. "
ભરત રુદ્રાવરે વધુમાં જણાવ્યું કે, "સ્થાનિક પોલીસે બનાવ અંગે મને ગુરુવારે જાણ કરી હતી. મોતના કારણ અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. યુએસ પોલીસનું કહેવું છે કે તેઓ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જાણ કરશે." ભરત રુદ્રાવરે વધુમાં જણાવ્યું તું કે, "મારી પુત્રવધૂ સાત મહિનાની પ્રેગ્નેન્ટ હતી. અમે તેમના ઘરે રહેવા માટે પણ ગયા હતા. અમે હાલ ફરીથી અમેરિકા જવા માટેનું આયોજન કરી રહ્યા હતા. બંને ખૂબ આનંદથી રહેતા હતા. બંનેનાં પાડોશી પણ ખૂબ સારા હતા. શા માટે આવું થયું તેના વિશે હું કંઈ ન કહી શકું."