પંજાબ નેશનલ બેન્કની કરોડો રૂપિયાની લોન ન ચૂકવનારી નીરવ મોદી વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી શરૂ કરવા માટે બ્રિટનના ગૃહમંત્રીએ તેમના પ્રત્યાપર્ણની ભારતની અરજી અદાલતને મોકલી આપી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, બે દિવસ પહેલાં લંડનના ગૃહ મંત્રી સાજીદ જાવીદે અધિકૃત રીતે સૂચના આપી છે. તેમના આ પગલાના લીધે નીરવ મોદીનું પુનરાગમન શક્ય બનશે.