નવી દિલ્હી: દેશમાં ચાલી રહેલા કોરોના વાયરસની બીજી લહેર (coronavirus second wave) વચ્ચે ઑક્સીજનની માંગ (Oxygen demand) ખૂબ વધી ગઈ છે. સંકટની આ ઘડીમાં દેશના વાયુસેના (IAF) સરકાર અને જનતાની મદદ માટે આગળ આવી છે. સરકારની મદદ માટે વાયુસેનાએ મોરચો સંભાળતા ઑક્સીજન ટેન્કરોનું એરલિફ્ટિંગ (Oxygen tanker airlifting) શરૂ કર્યું છે. આ સાથે જ ઑક્સીજન કન્ટેનર, સિલિન્ડર, જરૂરી દવા, સાધનો અને સ્વાસ્થ્યકર્મીઓને એક જગ્યાએથી બીજે પહોંચાડવામાં આવી રહ્યા છે.
દેશમાં કોરોનાની ગંભીર સ્થિતિને પગલે વડાપ્રધાન મોદી શુક્રવારે ત્રણ મહત્ત્વની બેઠક કરવા જઈ રહ્યા છે. નવ વાગ્યે તેઓ અધિકારીઓ અને મંત્રીઓ સાથે વાતચીત કરશે. જે બાદમાં 10 વાગ્યે રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરશે. જે બાદમાં 12.30 વાગ્યે પીએમ મોદી ઑક્સીજનનું ઉત્પાદન કરતી કંપનીઓ સાથે બેઠક કરશે. પીએમ મોદીની બેઠક બાદ કેટલાક મહત્ત્વના નિર્ણયો લેવામાં આવી શકે છે.
દેશમાં કોરોનાનો હાહકાર: દેશ ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. કોરોના વાયરસ દરરોજ રેકોર્ડ તોડી રહ્યો છે. નવા દર્દીઓના કેસમાં આપણો દેશ અમેરિકા (US)થી પણ આગળ નીકળી ગયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં રેકોર્ડ 3 લાખ 32 હજાર 320 કેસ (India coronavirus new cases) નોંધાયા છે. આ આંકડો દેશમાં અત્યારસુધી એક દિવસમાં નોંધાયેલા સર્વાધિક કેસ છે. આ પહેલા ભારતમાં ગુરુવારે જાહેર થયેલા આંકડા પ્રમાણે 3 લાખ 15 હજાર 552 કેસ નોંધાયા હતા. મોતનો આંકડો પણ છેલ્લા બે દિવસથી ખૂબ જ ડરાવનારા આવી રહ્યા છે. ગુરુવારે દેશમાં 2,556 લોકોએ કોરોનાથી દમ તોડી દીધો હતો. આખી દુનિયામાં બ્રાઝીલ પછી ભારત એકમાત્ર એવો દેશ છે જ્યાં કોરોનાથી એક દિવસમાં આટલા મોત થઈ રહ્યા છે.