Draupadi Murmu : વ્યક્તિની સફળતા પાછળ ઘણા દુઃખ અને દર્દ છુપાયેલા હોય છે. આવી જ કંઈક સંઘર્ષ ભરી કહાની રહી છે દ્રૌપદી મુર્મુની (Draupadi Murmu). તેમની રાજકીય સફર આજ સુધી ખુબજ શાનદાર રહી છે. પરંતુ પારિવારિક જીવન એટલું જ સંઘર્ષ (struggle) ભર્યું રહ્યું છે. જો તેમના ભૂતકાળની વાત કરવામાં આવે તો 2009 થી 2014 વચ્ચેના પાંચ વર્ષમાં તેમણે બે યુવાન પુત્રો અને પતિના મૃત્યુનું (Death) દુઃખ સહન કરવું પડ્યું હતું. પરંતુ આ પીડાદાયક અનુભવો પછી પણ તેમણે હાર ન માની અને જાહેર જીવનમાં તેમની સેવાઓ ચાલુ રાખી.
દ્રૌપદી મુર્મુના 25 વર્ષના પુત્ર લક્ષ્મણ મુર્મુનું 2009માં અવસાન થયું હતું. લક્ષ્મણ મુર્મુ ભુવનેશ્વરમાં ઘરે બેભાન મળી આવ્યા હતા, હોસ્પિટલમાં લઈ જવાયા બાદ તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. હજુ તો એક દીકરાના મૃત્યુનું દુઃખ ઓસર્યું નોહ્તું ત્યાં 2013માં દ્રૌપદી મુર્મુએ તેમનો બીજો પુત્ર ગુમાવ્યો હતો. તેમના પુત્રનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. માત્ર 4 વર્ષમાં તેમને તેમના 2 યુવાન પુત્રોના મૃત્યુની પીડા સહન કરવી પડી હતી.