16 સપ્ટેમ્બરના રોજ દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 50,20,360 પર પહોંચી હતી. આ સાથે દેશમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા 9,95,933 છે. જ્યારે દેશમાં અત્યાર સુધી કોરોનાથી 82,066 લોકોનાં મોત થયા છે. આ સાથે કોરોનાથી દેશમાં સાજા થનાર કે હૉસ્પિટલમાંથી રજા મેળવનારા દર્દીની સંખ્યા 39,42,361 પર પહોંચી છે.