

દેશમાં કોરોના વાયરસની ચેઇન તોડવા માટે અને લોકોને સંક્રમણથી બચાવવા માટે ગત 24 માર્ચથી આખા દેશમાં લૉકડાઉન ચાલી રહ્યું હતું. જેના કારણે રેલવે અને વિમાન સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી હતી. રેલ સેવાઓ પછી એકવાર ફરીથી ડોમેસ્ટિક વિમાન સેવાઓને શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. જે માટે મુસાફરો માટે નવી ગાઇડ લાઇન્સ પણ જાહેર કરવામાં આવી છે. (તસવીર- ચમનલાલ, ચંદીગઢ)


આજે સોમવારે દિલ્હીના ઈન્દિરાય ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (IGI airport)થી 380 ફ્લાઈટોનું સંચાલન થશે. એરપોર્ટ ઉપરથી આશરે 190 વિમાન રવાના થશે. (તસવીર- નવીન બંસલ)


દિલ્હીમાં આશરે 190 વિમાન અહીં ઉતરશે. આવી સ્થિતિમાં એરપોર્ટ ઉપર યાત્રીઓએ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.<br />(તસવીર- નવીન બંસલ)


કોરોના વાયરસને ફેલાવાથી રોકવા માટે લગાવવામાં આવેલા દેશવ્યાપી લોકડાઉન વચ્ચે આશરે બે મહિના સુધી ઉડાનો રદ કર્યા બાદ નાગરિક ઉડ્ડયન મંત્રાલયના દિશા-નિર્દેશો પ્રમાણે સ્થાનિક વિમાનોનું સંચાલન દેશભરમાં સોમવારથી શરૂ થશે.(તસવીર- ચમનલાલ, ચંદીગઢ)


દિલ્હી એરપોર્ટના સંચાલક ડાયલે શનિવારે કહ્યું હતું કે, તેમણે યાત્રીઓ માટે વિવિધ સ્થળો ઉપર સ્વસંચાલિત હેન્ડ સેનિટાઈઝર, ફ્લોર માર્કર, પ્રવેશ અને ચેક ઈન ડોરને ચિન્હિત કરવા સહિતના અનેક પગલાં ભર્યા છે.(તસવીર- નવીન બંસલ)


ડાયલના જણાવ્યા પ્રમાણે યાત્રીઓને તેમની સારી સુવિધા આપવા માટે અને સુરક્ષા સુનિશ્વિત કરવા માટે એરપોર્ટ ઉપર મહત્વની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. દિલ્હી એરપોર્ટના ટર્મિનલ 3ને યાત્રીઓને સુરક્ષિત રાખવા માટે સારી રીતે ચોખ્ખું કર્યું છે. અને સેનિટાઈઝ પણ કર્યું છે. દિલ્હી ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (ડાયલ)ના જણાવ્યા પ્રમાણે સોશિયલ ડિસ્ટેન્સિંગના નિયમોને લાગુ કરવા અને લોકો વચ્ચે આંતરીક સંપર્ક ઓછો કરવા માટે પણ પગલાં ભર્યા છે.<br />(તસવીર- ચમનલાલ, ચંદીગઢ)


મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને તામિલનાડુ જેવા કેટલાક રાજ્યોએ સ્થાનિક ઉડ્ડયન સેવા માટે તેમના એરપોર્ટ્સ ખોલવાનો વિરોધ કર્યો છે. તેમની દલીલ છે કે રાજ્યમાં કોરોના વાઈરસના વધતા કેસોને ધ્યાનમાં લેતાં એરલાઈન્સ માટે એરપોર્ટ્સ ખોલવા ઘણા જ મુશ્કેલ છે. મહારાષ્ટ્ર, તામિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં મુંબઈ, ચેન્નઈ, કોલકાતા જેવા એરપોર્ટ્સ પ્રવાસી ટ્રાફિકના સંદર્ભમાં સૌથી વ્યસ્ત એરપોર્ટ છે.