નવી દિલ્હીઃ પૂર્વ લદાખમાં LAC પર ભારત અને ચીનની વચ્ચે ઘર્ષણ (India China Conflict) સતત ચાલુ છે. અત્યાર સુધી બંને દેશોની વચ્ચે વાતચીતનું કોઈ પરિણામ નથી આવ્યું. આ દરમિયાન અહેવાલ છે કે ભારતે સરહદ પર ઊભી થયેલી સ્થિતિને જોતાં અમેરિકા (America) પાસેથી પ્રીડેટર-બી ડ્રોન (Predator-B Drone) ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આ એક એવું ડ્રોન છે જે ઇન્ટેલિજન્સ માહિતી એકત્ર કરે છે ઉપરાંત કોઈ ટાર્ગેટ પર મિસાઇલ અને લેજર ગાઇડેડ બોમ્બથી પણ હુમલો કરી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ડ્રોનનો ઉપયોગ કરીને અમેરિકાએ ઈરાની કમાન્ડર જનરલ કાસિમ સુલેમાનીને ઢાળી દીધો હતો.
અમેરિકા સાથે ચાલી રહી છે વાતચીત - અહેવાલ મુજબ, અમેરિકાએ ભારતને 30-C ગાર્ડિયન વેચવાની રજૂઆત કરી છે. તેનો કિંમત ચાર અબજ ડૉલરની આસપાસ છે. પરંતુ સરહદ પર ઊભી થયેલી સ્થિતિને જોતાં ભારતને લાગે છે કે સર્વેલન્સ અને ટાર્ગેટ પર હુમલો બંને ચીજો માટે એક જ ડ્રોનનો ઉપયોગ કરવો યોગ્ય હશે અને પ્રીડેટર-બી ડ્રોન આ બંને કામ કરી શકે છે. આ સોદા માટે ઈન્ડિયન નેવી (Indian Navy) અને આર્મી (Indian Army) બંને અમેરિકા સાથે વાતચીત કરી રહ્યા છે. (photo: Reuters)
અમેરિકાને શું છે મુશ્કેલી? - કહેવામાં આવી રહ્યું છે કે અમેરિકા ભારતને પ્રીડેટર-બી ડ્રોન આપવા તૈયાર છે પરંતુ અમેરીકા હથિયાર સોદાના મુદ્દે હાલમાં ભારતથી થોડું નારાજ છે. સૂત્રો મુજબ અમેરિકાની નારાજગી એ વાતને લઈેન છે કે ભારતે S-400 મિસાઇલ સિસ્ટમ રશિયા પાસેથી કેમ ખરીદી. અમેરિકાને એ વાતનો ડર છે કે જમીનથી હવામાં વાર કરનારી મિસાઇલ સિસ્ટમ ભારતથી મોસ્કો સુધી પહોંચી શકે છે. નોંધનીય છે કે, ચીન પહેલા જ રશિયા પાસેથી S-400 મિસાઇલ લઈ ચૂક્યું છે. (Image: REUTERS/Massoud Hossaini)
ભારતને ડ્રોનની જરૂરિયાત કેમ ઊભી થઈ? - હાલના સમયમાં લદાખમાં ભારત ઈઝરાયલી હેરોન ડ્રોનનો ઉપયોગ કરી રહ્યું છે. આ ડ્રોન હથિયાર વગરનું છે. જ્યારે ચીનની પાસે વિંગ લૂંગ II ડ્રોન છે. જેમાં ખતરનાક હથિયાર લાગેલા છે. ચીનના આ ડ્રોન પાકિસ્તાનને આપવાની તૈયારીમાં છે. પાકિસ્તાન એરફોર્સે 48 ડ્રોન માટે ચીનની સાથે કરાર કર્યા છે. વિંગ લૂંગ II ડ્રોનમાં હવાથી જમીન પર વાર કરનારી 12 મિસાઇલ લાગેલી છે. હાલ લીબિયાના સિવિલ વૉરમાં તેનો ઉપયોગય કરવામાં આવી રહ્યો છે. (Image: Relaxnews)
પ્રીડેટર-બી ડ્રોનની ખાસિયત શું છે? - પ્રીડેટર-બી ડ્રોનને MQ-9 પણ કહેવામાં આવે છે. તેનો ઉપયોગ અમેરિકન એરફોર્સ કરે છે. આ ડ્રોન હથિયારોની સાથે ચાર લેઝર ગાઇડેડ એર ટૂ ગ્રાઉન્ડ હેલફાયર મિસાઇલોથી સજ્જ છે. જે ચોક્કસ નિશાન સાધે છે અને આસપાસ ખૂબ ઓછું નુકસાન કરે છે. તે પોતાની સાથે 4,760 કિલોગ્રામ વજનને લઈ 230 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડી શકે છે. આ ડ્રોનનો ઉપયોગ વૉચ રાખવા, તલાશી અભિયાન ચલાવવા અને રાહત-બચાવ મિશનમાં પણ કરવામાં આવી શકે છે.