

25 મેથી શરૂ થયેલા નૌતપા (Nautapa 2020)એ દેશના અનેક રાજ્યોની હાલત ખાબ કરી દીધી છે. નૌતપાની શરુઆતથી જ ગરમીનું વરણ ભારે થયું છે. મૌસમની જાણકારી આપનારી વેબસાઈટ ઈએલ ડોરેડો (El Dorado) પ્રમાણે છેલ્લા 24 કલાકમાં દુનિયામાં 15 સૌથી ગરમ શહેરોમાં ભારતના 10 શહેર છે. (પ્રતિકાત્મક તસવીર)


સૌથી પહેલા વાત કરીએ રાજસ્થાનની રાજધાની જયપુરથી લગભર 20 કિલોમીટર ઉત્તરમાં સ્થિત ચૂરુની. મંગળવારે દેશમાં અધિકતમ તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસ અહીં નોંધાયું હતું. ચૂરુને થોર રણનું પ્રવેશ દ્વારા કહેવામાં આવે છે. (પ્રતિકાત્મક તસવીર)


ચૂરુમાં છેલ્લા 10 વર્ષોમાં મે મહિનામાં બીજી વખત સૌથી વધારે તાપમાન નોંધાયું હતું. આ પહેલા સ્થાનિક મૌસમ બ્યૂરો પ્રમાણે 19 મે 2016માં 50.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. (પ્રતિકાત્મક તસવીર)


ઉત્તર પ્રદેશના બાંદા અને હરિયાણામાં હિસારમાં પણ મંગળવારે 48 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. બીકાનેર, ગંગાનગર અને પિલાની રાજસ્થાનના ત્રણ અન્ય શહેરો જે આ યાદીમાં હતા. બે શહેરો ઉત્તર પ્રદેશ અને બે શહેરો મહારાષ્ટ્રના હતા. (પ્રતિકાત્મક તસવીર)


આ લિસ્ટમાં 47.6 ડિગ્રી સેલ્સિયસની સાથે બિકાનેર, 47 ડિગ્રી સેલ્સિયસ ઉપર ગંગાનગર, 47 ડિગ્રી ઉપર ઝાંસી, 46.9 ડિગ્રી તાપમાન ઉપર પિલાની. મહારાષ્ટ્રના નાગપુરમાં 46.8 ડિગ્રી તાપમાન, સોનગાંવ અને અકોલામાં 46.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. (પ્રતિકાત્મક તસવીર)


મૌસમ વિભાગની રિપોર્ટ પ્રમાણે કોટા અને જેસલમેરમાં અધિકતમ તાપમાન 46 ડિગ્રી હતું. (પ્રતિકાત્મક તસવીર)