

નવી દિલ્હી: ભારતમાં કોરોના સંક્રમણ (Coronavirus) ફેલાવા પર ઘણે અંશે કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. આજે જાહેર થયેલા આંકડાઓ અનુસાર 15 રાજ્યો કે કેન્દ્રશાસિત પ્રદેશોમાં એક પણ નવો કેસ નોંધાયો નથી. છેલ્લા સાત દિવસમાં કોરોના સંક્રમણના કેસ આજે સૌથી ઓછા નોંધાયા છે. બીજી તરફ, મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યા પણ થોડા દિવસથી 100થી નીચે નોંધાતા આંશિક રાહત મળી છે. (પ્રતીકાત્મક તસવીર)


દેશમાં અત્યાર સુધીમાં કુલ 62,59,008 લોકોને કોવિડ વેક્સીન (Covid Vaccine) આપવામાં આવી ચૂકી છે. બીજી તરફ, મંગળવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 9,110 નવા (Corona Positive Cases) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 78 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,08,47,304 થઈ ગઈ છે. (પ્રતીકાત્મક તસવીર)


કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 1 કરોડ 5 લાખ 48 હજાર 521 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 14,016 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 1,43,625 એક્ટિવ કેસો છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 1,55,158 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. (પ્રતીકાત્મક તસવીર)


ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ મંગળવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 8 ફેબ્રુઆરી સુધીમાં ભારતમાં કુલ 20,25,87,752 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, સોમવારના 24 કલાકમાં 6,87,138 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. (પ્રતીકાત્મક તસવીર)


ગુજરાતમાં આજે 8મી ફેબ્રુઆરીએ એક જ દિવસમાં 49,005 વ્યક્તિને એક જ દિવસમાં 976 કે્ન્દ્રો પરથી રસી આપવામાં આવી છે. આ બધાની વચ્ચે છેલ્લા 24 કલાકમાં માત્ર 232 નવા (Gujarat Corona Updates) કેસ નોંધાયા છે. (પ્રતીકાત્મક તસવીર)


બીજી તરફ, આણંદ, અરવલ્લી, વલસાડ મહેસાણા, છોટાઉદેપુર, ડાંગ,તાપી, બનાસકાંઠા, છોટાઉદેપુર, અરવલ્લી, આણંદમાં આજે કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. રાજ્યમાં આજની સ્થિતિમાં કોરોનાના 0.81 ટકા એક્ટિવ કેસ છે. (પ્રતીકાત્મક તસવીર)


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 49, વડોદરામાં 57, રાજકોટમાં 42, સુરતમાં 25, દેવભૂમિ દ્વારકામાં 5, કચ્છમાં 5, ગાંધીનગરમાં 8, ખેડા, મોરબીમાં 4-4, ભરૂચમાં 3, ભાવનગરમાં 4, ગીરસોમનાથમાં 3, જૂનાગઢમાં 6, અમરેલીમાં 2,જામનગરમાં 3, મહીસાગર, પંચમહાલ, સાબરકાંઠા, સુરેન્દ્રનગરમાં 2, બોટાદ, દાહોદ, નર્મદા, નવસારીમાં 1 મળીને કુલ 232 નવા કેસ નોંધાયા છે જ્યારે આજે કુલ 450 વ્યક્તિઓ ડિસ્ચાર્જ થયા છે. (પ્રતીકાત્મક તસવીર)


ગુજરાતમાં હાલમાં કુલ 2160 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે જ્યારે કુલ 23 દર્દીઓ વેન્ટિલેટર પર છે. આ સાથે રાજ્યમાં કુલ 2137 દર્દીઓ સ્ટેબલ છે જ્યારે 2,57,120 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે. રાજ્યમાં કુલ 4396 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. આજે રાજ્યમાં અમદાવાદમાં એક મૃત્યુ થયું છે. આમ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં કોરોનાના કેસ ઘટડા આરોગ્ય તંત્ર અને સરકારે રાહતનો શ્વાસ લીધો છે. (પ્રતીકાત્મક તસવીર)