

નવી દિલ્હી: દેશમાં મહારાષ્ટ્ર (Maharashtra) અને કેરળ (Kerala)માં કોરાના વાયરસ (Coronavirus)નું જોર ફરી વધી રહ્યું છે જેના કારણે લોકોમાં ચિંતા વધી ગઈ છે. બીજી તરફ કોવિડ વેક્સીનેશન કેમ્પેન (Covid Vaccination Campaign) પણ મોટાપાયે ચાલી રહ્યું છે. ભારત (India) માં કોરોના સામેનો રિકવરી રેટ (Corona Recovery Rate) 97.3 પર જ રહ્યો છે જે થોડીક રાહતની વાત કહી શકાય. (પ્રતીકાત્મક તસવીર)


ભારતમાં અત્યાર સુધીમાં કુલ 1,10,85,173 લોકોને કોવિડ વેક્સીન (Corona Vaccine) આપવામાં આવી ચૂકી છે. બીજી તરફ, રવિવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 14,264 નવા (Corona Positive Cases) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 90 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,09,91,651 થઈ ગઈ છે. (પ્રતીકાત્મક તસવીર)


કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 1 કરોડ 6 લાખ 67 હજાર 741 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 11,667 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 1,45,634 એક્ટિવ કેસો છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 1,56,302 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. (પ્રતીકાત્મક તસવીર)


ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ રવિવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 20 ફેબ્રુઆરી સુધીમાં ભારતમાં કુલ 21,09,31,530 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, શનિવારના 24 કલાકમાં 6,70,050 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. (પ્રતીકાત્મક તસવીર)


ગુજરાતમાં 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus) નવા 258 કેસ નોંધાયા છે. જેની સામે 270 દર્દીઓ સાજા થયા છે. 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4404 છે. રાજ્યમાં સાજા થવાનો દર 97.72 ટકા છે. રાજયમાં અત્યાર સુધીમાં કુલ 8,12,333 વ્યક્તિઓનું રસીકરણ (corona vaccination)થયું છે. 51,236 લોકોને વેક્સીનનો બીજો ડોઝ પણ આપવામાં આવ્યો છે. (પ્રતીકાત્મક તસવીર)


ગુજરાતના આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે નવા નોંધાયેલા કેસમાં અમદાવાદમાં 45, સુરતમાં 51, વડોદરામાં 49, રાજકોટમાં 56, ગાંધીનગરમાં 9, ખેડામાં 10, આણંદમાં 8 સહિત કુલ 258 કેસ નોંધાયા છે. આજે અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, ભાવનગર, ડાંગ, જામનગર, પાટણ, પોરબંદર, સુરેન્દ્રનગર અને તાપી એમ કુલ 10 જિલ્લામાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી. (પ્રતીકાત્મક તસવીર)


ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. બીજી તરફ અમદાવાદમાં 53, સુરતમાં 53, વડોદરામાં 48, રાજકોટમાં 34, દાહોદમાં 11, કચ્છ, અમરેલી, જામનગરમાં 10-10 સહિત કુલ 270 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે. (પ્રતીકાત્મક તસવીર)