

નવી દિલ્હી: ભારતમાં કોરોના વેક્સીનને કાર્યક્રમ (Corona Vaccination Campaign)નું પહેલું ચરણ ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં લગભગ 90 લાખ લોકોને રસી આપવામાં આવી ચૂકી છે. પરંતુ તેની સામે કોરોના (COVID-19) સામે જંગ હારી જનારા લોકોની સંખ્યામાં ઘટાડો નથી થઈ રહ્યો. આ ઉપરાંત નવા સંક્રમિત લોકોની સંખ્યા પણ ફરી 10 હજારથી ઉપર નોંધાઈ છે. (પ્રતીકાત્મક તસવીર)


દેશમાં અત્યાર સુધીમાં કુલ 89,99,230 લોકોને કોવિડ વેક્સીન (Corona Vaccine) આપવામાં આવી ચૂકી છે. બીજી તરફ, બુધવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 11,610 નવા (Corona Positive Cases) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 100 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,09,37,320 થઈ ગઈ છે. (પ્રતીકાત્મક તસવીર)


કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 1 કરોડ 6 લાખ 44 હજાર 858 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 11,833 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 1,36,549 એક્ટિવ કેસો છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 1,55,913 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. (પ્રતીકાત્મક તસવીર)


ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ બુધવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 16 ફેબ્રુઆરી સુધીમાં ભારતમાં કુલ 20,79,77,229 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, મંગળવારના 24 કલાકમાં 6,44,931 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. (પ્રતીકાત્મક તસવીર)


ગુજરાતની વાત કરીએ તો, 24 કલાકમાં અરવલ્લી, બનાસકાંઠા, ભાવનગર, બોટાદ, દાહોદ, ડાંગ, નર્મદા, નવસારી, પોરબંદર, સુરેન્દ્નરગર, વલસાડ એમ 11 જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. રાજ્યનો રિકવરી રેટ પણ સુધરીને 97.70 ટકા જેટલો પહોંચ્યો છે જ્યારે રાજ્યમાં અતત્યાર સુધીમાં 2,59,655 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. (પ્રતીકાત્મક તસવીર)


એક દિવસમાં અમદાવાદમાં 56, વડોદરામાં 53, સુરતમાં 49, રાજકોટમાં 32, ગીરસોમનાથ, મહિસાગરમાં 7-7, ગાંધીનગરમાં 10, કચ્છમાં 6, ભરૂચ, પંચમહાલમાં 5-5, જામનગરમાં 3, ખેડા, મહેસાણામાં 4-4, તાપીમાં 3, અમરેલી, આણંદમાં 2-2, ભાવનગરમાં 2, જૂનાગઢમાં 4, પાટણ સાબરકાંઠા 2-2, છોટાઉદેપુર, દેવભૂમિ દ્વારકામાં1-1 , મોરબીમાં 1 કેસ નોંધાયો છે. (પ્રતીકાત્મક તસવીર)


ગુજરાતમાં 24 કલાકમાં 271 દર્દીઓ સાજા થયા છે જે પૈકી સૌથી વધુ55 દર્દીઓ અમદાવાદમાં ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં હાલમાં કુલ 1699 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે જ્યારે 30 દર્દીઓ વેન્ટીલેટર પર છે. જ્યારે કુલ 1669 દર્દીઓ સ્ટેબલ છે. અત્યારસુધીમાં 2,59,655 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં આજે કુલ 1 દર્દીનું વધુ મોત થતા મૃત્યુનો આંક 4402 મૃત્યુ થયા છે. (પ્રતીકાત્મક તસવીર)