નવી દિલ્હી: ભારતમાં એક તરફ કોરોના વેક્સીનેશન (Corona Vaccination)ના પહેલા ચરણમાં અત્યાર સુધી 1 કરોડ 21 લાખથી વધુ ફ્રન્ટલાઇન વર્કરો (Frontline Workers)ને રસી આપવામાં આવી ચૂકી છે. તો બીજી તરફ કોવિડ (COVID-19)ના નવા સ્ટ્રેન મળવાની સાથોસાથ સંક્રમણના કેસો વધવાથી કેન્દ્ર સરકારની સાથોસાથ રાજ્ય સરકારો પણ ચિંતિત બની છે. મહારાષ્ટ્ર, પંજાબ, મધ્ય પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને છત્તીસગઢમાં કોરોના વેક્સીનેશનને વધુ વેગ આપવા કેન્દ્રએ સૂચન કર્યું છે. (પ્રતીકાત્મક તસવીર)
દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,21,65,598 લોકોને કોવિડ વેક્સીન (Corona Vaccine) આપવામાં આવી ચૂકી છે. બીજી તરફ, બુધવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 13,742 નવા (Corona Positive Cases) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 104 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,10,30,176 થઈ ગઈ છે. (પ્રતીકાત્મક તસવીર)
ગુજરાતની વાત કરીએ તો, કોરોનાના નવા કેસ 300થી પણ વધારે સામે આવ્યા હતા. મંગળવારે રાજ્યમાં કુલ કોરોનાના નવા 348 કેસ નોંધાયા છે. જ્યારે 294 દર્દી સ્વસ્થ થયા હતા. અમદાવાદમાં 69, સુરતમાં 61, વડોદરામાં 67, રાજકોટમાં 44, જામનગરમાં 8, ભાવનગરમાં 4, જૂનાગઢ 3 અને ગાંધીનગરમાં 4 કેસ નોંધાયા છે. હાલ રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસ 1786 કેસ છે. જેમાના 35 દર્દીઓ વેન્ટિલેટર છે. (પ્રતીકાત્મક તસવીર)