Coronavirus News Live Updates 16 July 2021: ભારતમાં કોરોના વેક્સીનેશન અભિયાન (Covid Vaccination Campaign) ધીમું પડી રહ્યું હોય એવું લાગી રહ્યું છે. ગુરૂવારના 24 કલાકમાં માત્ર 38.78 લાખ લોકોને ડોઝ આપવામાં આવ્યો છે. હજુ સુધી દેશમાં કોરોના વેક્સીનેશનનો આંક 40 કરોડ સુધી જ પહોંચી શક્યો છે. બીજી તરફ, કોવિડ રિકવરી રેટ (Covid Patient Recovery Rate) 97.28 ટકા થયો છે, જે રાહતની બાબત છે. આ ઉપરાંત પોઝિટિવિટી રેટ (Corona Positivity Rate) 5 ટકાથી ઓછો એટલે કે 2.14 ટકા છે. બીજી તરફ, ભારતમાં કુલ 44 કરોડ કોરોના સેમ્પલ ટેસ્ટિંગ અત્યાર સુધીમાં કરવામાં આવ્યું છે. (પ્રતીકાત્મક તસવીર)
શુક્રવારે, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 38,949 નવા (Corona Positive Cases) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 542 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,10,26,829 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 39,53,43,767 લોકોને કોરોના વેક્સીન (Corona Vaccine)ના ડોઝ આપવામાં આવ્યા છે. એક દિવસમાં 38,78,078 લોકોને રસી આપવામાં આવી છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 38 કેસ નોંધાયા છે. જેની સામે 90 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10074 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.70 ટકા છે. અત્યાર સુધીમાં 2,87,54,257 ડોઝ કોરોના વેક્સીનના આપવામાં આવ્યા છે. ગુરૂવારે 3,86,712 વ્યક્તિઓનું રસીકરણ થયું છે. (પ્રતીકાત્મક તસવીર)