India Fights Corona, 9 July 2021: દેશમાં એક દિવસમાં નોંધાતી કોરોના સંક્રમિતોની સંખ્યા સતત 40 હજારની ઉપર રહે છે, જે ચિંતાનું મોટું કારણ બની શકે છે. આ ઉપરાંત 24 કલાકમાં કોવિડ સામે લડતાં-લડતાં જીવ ગુમાવનાર દર્દીઓની સંખ્યા પણ 900ની આસપાસ રહે છે. વચ્ચે થોડા સમય માટે નવા સંક્રમણ કેસો અને મૃત્યુઆંક ઘટ્યા હતા, પરંતુ ફરીથી તેમાં વધારો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત દેશના 9 એવા રાજ્યો છે જ્યાં કોરોના એક્ટિવ કેસની સંખ્યામાં વધારો થયો છે, જેમાં ઉત્તર-પૂર્વના 5 રાજ્યોનો પણ સમાવેશ થાય છે. (પ્રતીકાત્મક તસવીર)
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 43,393 નવા (Corona Positive Cases) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 911 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,07,52,950 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 36,89,91,222 લોકોને કોરોના વેક્સીન (Corona Vaccine)ના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વેક્સીનના 40,23,173 ડોઝ આપવામાં આવ્યા છે.
વિશેષમાં, કોવિડ-19 મહામારી (Covid-19 Pandemic) સામે લડીને 2 કરોડ 98 લાખ 88 હજાર 284 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 44,459 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 4,58,727 એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 4,05,939 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. (પ્રતીકાત્મક તસવીર)