

Coronavirus Cases in India Latest News Updates: ભારતમાં એક તરફ કોરોના વેક્સીન આવવાની આતુરતાથી રાહ જોવાઈ રહી છે અને બીજી તરફ ગુજરાત, રાજસ્થાન, દિલ્હી સહિતના રાજ્યો RT-PCR ટેસ્ટના ભાવમાં ઘટાડો કર્યો છે. તો બીજી તરફ કોવિડ-19નું સંક્રમણ પણ એ જ ગતિએ કહેર વરસાવી રહ્યું છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા 95 લાખ થવા આવી છે. મૃત્યુઆંક પણ 1.38 લાખને પાર થઈ ગયો છે. બુધવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 36,604 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 501 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 94,99,413 થઈ ગઈ છે. (પ્રતીકાત્મક તસવીર)


આ ઉપરાંત, દેશમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 89 લાખ 32 હજાર 647 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 43,062 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 4,28,644 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,38,122 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. (પ્રતીકાત્મક તસવીર)


નોંધનીય છે કે, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ બુધવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 1 ડિસેમ્બર સુધીમાં ભારતમાં કુલ 14,24,45,949 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, મંગળવારના 24 કલાકમાં 10,96,651 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. (તસવીર સૌજન્યઃ ICMR)


ગુજરાતમાં 24 કલાકમાં કોરોના વાયરસના 1477 નવા કેસ નોંધાયા છે. સૌથી વધુ ચિંતાજનક સ્થિતિ અમદાવાદની છે. અમદાવાદમાં સતત 300 ઉપર કેસ આવી રહ્યા છે ત્યારે શહેરમાં 311 અને જિલ્લામાં 21 કેસ નોંધાયા છે. રાજ્યમાં વધુ 15 દર્દીનાં નિધન થતા કોરોનાની કાતિલ રફતાર જોવા મળી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોવિડના કારણે કુલ 2,11,257 દર્દીઓ સંક્રમિત થઈ ચુક્યા છે. આ સાથે જ અમદાવાદમાં કુલ કેસનો આંકડો 50000ને પાર થઈ ગયો છે. (પ્રતીકાત્મક તસવીર)


આ દરમિયાન 24 કલાકમાં અમદાવાદ જિલ્લામાં 321, સુરત જિલ્લામાં 264, વડોદરા જિલ્લામાં 181, રાજકોટ જિલ્લામાં 160, મહેસાણા જિલ્લામાં 67, ખેડામાં 48, ગાંધીનગરમાં 64, જામનગરમાં 36, બનાસકાંઠામાં 29, અમરેલીમાં 28, કચ્છમાં 23, મહીસાગરમાં 21, મોરબીમાં 21, પંચમહાલમાં 21, સાબરકાંઠામાં 19, દાહોદમાં 18 કેસ નોંધાયા છે. (પ્રતીકાત્મક તસવીર)


બીજી તરફ, આણંદમાં 16, જૂનાગઢમાં 22, ભાવનગરમાં 19, પાટણમાં 18, ભરૂચમાં 13, સુરેન્દ્રનગરમાં 12, નર્મદામાં 11, અરવલ્લીમાં 7, ગીરસોમનાથમાં 7, છોટાઉદેપુર અને નવસારીમાં 5-5, દેવભૂમિ દ્વારકામાં 4, તાપીમાં 4, બોટાદમાં 2, પોરબંદરમાં 2 અને વલસાડમાં 2 કેસ નોંધાયા છે. આમ કુલ 1477 દર્દીઓ નોંધાયા છે. (પ્રતીકાત્મક તસવીર)


ગુજરાતમાં 14885 દર્દીઓ એક્ટિવ કેસ તરીકે સારવાર મેળવી રહ્યા છે જ્યારે 81 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે આ પૈકીના 14804 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 1,92,368 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ચુક્યા છે જ્યારે કુલ 4004 દર્દીઓનાં મોત સરકારી ચોપેડ નોંધાઈ ચુક્યા છે. (પ્રતીકાત્મક તસવીર)