

Coronavirus Cases in India Latest News Updates: દેશના નાગરિકો એક તરફ કોરોનાની વેક્સીનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, તો બીજી તરફ સંક્રમણ હજુ પણ સતત વધી રહ્યું છે. ભારતમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા હવે 93 લાખને સ્પર્શવાની નજીક છે. બીજી તરફ રોજ સરેરાશ 500 લોકો કોવિડ-19 સામે લડતાં પોતાનો જીવ ગુમાવે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 44,489 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 524 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 92,66,706 થઈ ગઈ છે. (પ્રતીકાત્મક તસવીર)


નોંધનીય છે કે, ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 86 લાખ 79 હજાર 138 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલમાં 4,52,344 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,35,223 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. (પ્રતીકાત્મક તસવીર)


વિશેષમાં, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ ગુરૂવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 25 નવેમ્બર સુધીમાં ભારતમાં કુલ 13,59,31,545 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, બુધવારના 24 કલાકમાં 10,90,238 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. (તસવીર: ICMR)


ગુજરાતમાં કોરોના વાયરસના કેસ બેકાબૂ બની રહ્યા છે તેવામાં 1540 નવા કેસ નોંધાયા છે જ્યારે 14 દર્દીના મૃત્યુ થયા છે. રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે. અમદાવાદમાં 349 નવા કેસ નોંધાયા છે જ્યારે સુરત શહેરમાં 219 કેસ નોંધાયા છે. 24 કલાકમાં રાજ્યમાં 14 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં કુલ કેસનો આંકડો 201949 પર પહોંચી ગયો છે. (પ્રતીકાત્મક તસવીર)


ગુજરાતમાં 24 કલાકમાં અમદાવાદમાં 349, સુરતમાં 278, વડોદરામાં 1169, રાજકોટમાં 127, મહેસાણામાં 45, બનાસકાંઠામાં 57, પાટણમાં 49, ગાંધીનગકરમાં 80, ખેડામાં 30, જામનગરમાં 44, પંચમહાલમાં 27, અમરેલીમાં 26, ભરૂચમાં 26, મોરબીમાં 24, આણંદ અને સુરેન્દ્રનગરમાં 20-20 કેસ નોંધાયા છે. (પ્રતીકાત્મક તસવીર)


બીજી તરફ, કચ્છમાં 19, મહીસાગરમાં 18, ભાવનગરમાં 19, દાહોદમાં 16, જૂનાગઢમાં 20, ગીરસોમનાથમાં 9, બોટાદમાં 8, નવસારીમાં 7, અરવલ્લીમાં 6, દેવભૂમિ દ્વારકામાં 6, છોટાઉદેપુરમાં 5, નર્મદા, પોરબંદર 4-4, તાપીમાં 4, વલસાડમાં 3 કેસ મળીને કુલ 1540 કેસ નોંધાયા છે. (પ્રતીકાત્મક તસવીર)


ગુજરાતમાં હાલમાં કુલ 14287 એક્ટિવ કેસ છે, આ પૈકીના 96 દર્દીઓ વેન્ટિલેટર પર છે. રાજ્યના 14191 દર્દીઓ સ્ટેબલ છે જ્યારે 1,83756 દર્દીઓ સાજા થયા છે. અત્યારસુધીમાં કુલ 3906 દર્દીઓનાં મોત થયા છે. આજે રાજ્યમાંથી 1283 દર્દીઓ સાજા થયા છે. (પ્રતીકાત્મક તસવીર)