

Coronavirus Cases in India Latest News Updates: મંગળવાર સવારે કોરોના વાયરસ સંક્રમણના નવા કેસોના આંકડાઓએ આંશિક રાહત આપી છે. છેલ્લા 24 કલાકમાં કોરોના ટેસ્ટિંગની સંખ્યા વધરવામાં આવી છે પરંતુ સારી બાબત એ છે કે સંક્રમિતોનો આંક 40 હજારથી નીચે રહ્યો છે અને મૃત્યુઆંક પણ 500થી નીચે નોંધાયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 37,975 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 480 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 91,77,841 થઈ ગઈ છે. (પ્રતીકાત્મક તસવીર)


નોંધનીય છે કે, ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 86 લાખ 4 હજાર 955 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલમાં 4,38,667 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,34,218 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. (પ્રતીકાત્મક તસવીર)


ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ મંગળવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 23 નવેમ્બર સુધીમાં ભારતમાં કુલ 13,36,82,275 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, સોમવારના 24 કલાકમાં 10,99,545 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. (તસવીર: ICMR)


ગુજરાતમાં કોરોના વાયરસના કેસ બેકાબૂ બની રહ્યા છે તેવામાં 23મી નવેમ્બરે સોમવારે સાંજે 1487 નવા કેસ નોંધાયા છે જ્યારે 17 દર્દીના મૃત્યુ થયા છે. રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે. અમદાવાદમાં 319 નવા કેસ નોંધાયા છે જ્યારે સુરત શહેરમાં 217 કેસ નોંધાયા છે. 24 કલાકમાં રાજ્યમાં 17 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં કુલ કેસનો આંકડો 1,98899 પર પહોંચી ગયો છે. (પ્રતીકાત્મક તસવીર)


ગુજરાતમાં 24 કલાકમાં અમદાવાદમાં 344, સુરતમાં 267, વડોદરામાં 172, રાજકોટમાં 154, મહેસાણામાં 46, ગાંધીનગરમાં 82, પાટણમિાં 44, બનાસકાંઠામાં 30, આણંદમાં 27, પંચમહાલમાં 25, ખેડા, નર્મદા અને સાબરકાંઠામાં 23-23 કેસ નોંધાયા છે.જ્યારે ભાવનગરમાં 26, મોરબીમાં 21 કેસ નોંધાયા છે. (પ્રતીકાત્મક તસવીર)


અમરેલી અને મહીસાગરમાં 18-18, દાહોદમાં 16, સુરેન્દ્રનગરમાં 14, ભરૂચમાં 13, જામનગરમાં 21, કચ્છમાં 11, ગીરસોમનાથમાં 10, જૂનાગઢમં 17, તાપીમાં 10, અરવલ્લીમાં 9, છોટઉદેપુરમાં 7, નવસારી અને પોરબંદરમાં 4-4, દેવભૂમિ દ્વારાકામાં 3, બોટાદમાં 2 મળી અને કલુ 1487 નવા કેસ નોંધાયા છે. (પ્રતીકાત્મક તસવીર)


ગુજરાતમાં હાલમાં કુલ 13836 એક્ટિવ કેસ છે, આ પૈકીના 89 દર્દીઓ વેન્ટિલેટર પર છે. રાજ્યના 13747 દર્દીઓ સ્ટેબલ છે જ્યારે 1,81,187 દર્દીઓ સાજા થયા છે. અત્યારસુધીમાં કુલ 3876 દર્દીઓનાં મોત થયા છે. આજે રાજ્યમાંથી 1234 દર્દીૂઓ સાજા થયા છે. (પ્રતીકાત્મક તસવીર)