

નવી દિલ્હી: દેશમાં કોરોના સંક્રમણનો મ્હાત આપીને સાજા થનારા દર્દીઓની સંખ્યા એક કરોડને પાર થઈ ગઈ છે. જેની સામે અત્યાર સુધીમાં 1,50,336 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. બીજી તરફ ચિંતાની બાબત એ છે કે 24 કલાકમાં નોંધાતા સંક્રમણના કેસોમાં ફરી વધારો જોવા મળ્યો છે. ગુરુવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 20,346 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 222 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,03,95,278 થઈ ગઈ છે. (પ્રતીકાત્મક તસવીર)


દેશમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 1 કરોડ 16 હજાર 859 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 19,587 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 2,28,083 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,50,336 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. (પ્રતીકાત્મક તસવીર)


ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ ગુરૂવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 6 જાન્યુઆરી સુધીમાં ભારતમાં કુલ 17,84,00,995 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, બુધવારના 24 કલાકમાં 9,37,590 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. (તસવીર- ICMR)


ગુજરાતની વાત કરીએ તો, કોરોના વાઇરસની વેક્સિન લોકો સુધી પહોંચે તે પહેલાં જ વાઇરસે પાછા પગે જઈ રહ્યો હોય તેવી પ્રતીતિ થઈ રહી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના ફક્ત 665 નવા કેસ આવ્યા છે જેના કારણે આરોગ્ય તંત્રએ હાશકારો અનુભવ્યો છે. જ્યારે 24 કલાક બાદ રાજ્યનો રિકવરી રેટ 94.82 ટકાએ પહોંચી ગયો છે. (પ્રતીકાત્મક તસવીર)


ગુજરાતમાં વધુ 897 દર્દીઓ સાજા થયા છે. જ્યારે 24 કલાકમાં અમદાવાદમાં 139, સુરતમાં 124, વડોદરામાં 127, રાજકોટમાં 88, જામનગરમાં 17, દાહોદમાં 12, કચ્છમાં 11, સાબરકાંઠામાં 11, ગાંધીનગરમાં 20, ખેડામાં 9 અને આણંદમાં 8 કેસ નોંધાયા છે. (પ્રતીકાત્મક તસવીર)


જૂનાગઢમાં 15, મોરબીમાં 8, મહેસાણામાં 7, ભરૂચમાં 6, નવસારીમાં 6, પંચમહાલમાં 6, પાટણમાં 6, અમરેલીમાં 5,બનાસકાંઠામાં 5, ભાવનગરમાં 8, ગીરસોમનાથ, નર્મદા, મહીસાગર, સુરેન્દ્રનગરમાં 4-4 કેસ નોંધાયા છે. જ્યારે અરવલ્લીમાં 3 કેસ નોંધાયા છે. આ ઉપરાંત, બોટાદ, પોરબંદર, તાપીમાં 2-2 અને ડાંગ અને દેવભૂમિ દ્વારકામાં 1-1 મળીને કુલ 665 કેસ નોંધાયા છે. (પ્રતીકાત્મક તસવીર)


ગુજરાતમાં હાલમાં કુલ 8594 દર્દીઓ એક્ટિવ કેસ તરીકે સારવાર લઈ રહ્યા છે જ્યારે 60 દર્દીઓ વેન્ટિલેટર પર છે. હાલમાં 8534 દર્દી સ્ટેબલ છે જ્યારે 2,36,323 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે. રાજ્યમાં કુલ 4329 દર્દીઓનાં મોત પણ થયા છે. જેમાં આજે અમદાવાદમા 1, ગાંધીનગરમાં 1, રાજકોટ કોર્પોરેશનમાં 1, સુરેન્દ્રનગરમાં 1 મળીને કુલ 4 દર્દીનાં મોત થયા છે. (પ્રતીકાત્મક તસવીર)