

Coronavirus in India: ઉત્તરાયણના દિવસે જાહેર થયેલા કોરોના સંક્રમણને લગતા આંકડાઓ રાહત આપનારા છે. ગુરૂવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 16,946 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 198 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,05,12,093 થઈ ગઈ છે. (પ્રતીકાત્મક તસવીર)


દેશમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 1 કરોડ 1 લાખ 46 હજાર 763 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 17,652 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 2,13,603 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,51,727 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. (પ્રતીકાત્મક તસવીર)


ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ ઉત્તરાયણના દિવસે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 13 જાન્યુઆરી સુધીમાં ભારતમાં કુલ 18,42,32,305 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, બુધવારના 24 કલાકમાં 7,43,191 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. (પ્રતીકાત્મક તસવીર)


ગુજરાતની વાત કરીએ તો, રાજ્યમાં કોરોના વાયરસના કેસ સતત ઘટી રહ્યા છે. રાજ્યમાં 13મી જાન્યુઆરીની સાંજે 583 નવા કેસ નોંધાયા છે જ્યારે 792 દર્દીઓ સાજા થઈને ઘરે જતા તેમની ઉત્તરાયણ સુધરી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,42, 164 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી દીધી છે. જ્યારે રાજ્યનો રિકવરી રેટ વેક્સિનેશનના 3 દિવસ પૂર્વે 95.44% થયો છે. (પ્રતીકાત્મક તસવીર)


ગુજરાતમાં 24 કલાકમાં અમદાવાદમાં 116, સુરતમાં 98, વડોદરામાં 107, રાજકોટમાં 84, આણંદમાં 16, જામનગરમાં 17, કચ્છમાં 12, મહેસાણામાં 12, અમરેલીમાં 10, ભાવનગરમાં 11, ખેડામાં 9, ગાંધીનગરમાં 17, જૂનાગઢમાં 16, મોરબીમાં 6, સાબરકાંઠામાં 6, બનાસકાંઠામાં 5, ભરૂચમાં 5, ગીરસોમનાથમાં 5, સુરેન્દ્નનગરમાં 5, દેવભૂમિ દ્વારકામાં 4, નર્મદામાં 4, છોટાઉદેપુક, દાહોદ, પાટણ, તાપીમાં પ્રત્યેક જિલ્લામાં 2, તાપીમાં 1, મહિસાગર, પોરબંદર, વલસાડમાં 1 મળીને કુલ 583 નવા કેસ નોંધાયા છે. (પ્રતીકાત્મક તસવીર)


ગુજરાતમાં હજુ 7226 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે આ પૈકીના 56 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે 7170 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 2,42,164 દર્દીઓ કોરોના વાયરસને મ્હાત આપી દીધી છે જ્યારે 4354 દર્દીઓનાં મોત થયા છે. આ પૈકીના બે દર્દીઓ આજે અમદાવાદમાં 1 પંચમહાલમાં અને એક સુરત શહેરની હદમાં મૃત્યુ પામ્યા છે. (પ્રતીકાત્મક તસવીર)