

Coronavirus in India: ભારત હવે એક્ટિવ કેસોના મામલે દુનિયામાં 14મા સ્થાને આવી ગયું છે. દર્દીઓની સંખ્યા આવી જ રીતે ઘટતી રહેશે તો ટૂંક સમયમાં ટૉપ-15 સંક્રમિત દેશોની યાદીમાંથી પણ ભારત બહાર થઈ જશે. બુધવારે જાહેર થયેલા આંકડાઓ મુજબ માત્ર બે રાજ્યોમાં 50 હજારથી વધુ એક્ટિવ કેસો જોવા મળ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 15,968 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 202 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,04,95,147 થઈ ગઈ છે. (પ્રતીકાત્મક તસવીર)


આ ઉપરાંત, દેશમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 1 કરોડ 1 લાખ 29 હજાર 111 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 17,817 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 2,14,507 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,51,529 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. (પ્રતીકાત્મક તસવીર)


નોંધનીય છે કે, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ બુધવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 12 જાન્યુઆરી સુધીમાં ભારતમાં કુલ 18,34,89,114 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, મંગવારના 24 કલાકમાં 8,36,227 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. (તસવીર- ICMR)


ગુજરાતમાં ફક્ત 602 નવા કેસ નોંધાયા છે જ્યારે 855 દર્દીઓ સાજા થયા છે. દરમિયાન 24 કલાકમાં 3 દર્દીનાં મોત થયા છે. 24 કલાકમાં અમદાવાદમાં 133, સુરતમાં 122, વડોદરામાં 110, રાજકોટમાં 72, આણંદમાં 12, ભરૂચમાં 11 કેસ નોંધાયા છે. (પ્રતીકાત્મક તસવીર)


બીજી તરફ, ભાવનગરમાં14, દાહોદમાં 11, પંચમહાલમાં 11, ખેડામાં 10, ગાંધઈનગરમાં 17, જામનગરમાં 9, કચ્છમાં અને સાબરકાંઠામાં 8-8, મહેસાણામાં 6, સુરેન્દ્રનગરમાં 6, જૂનાગઢમાં 9, મોરબીમાં 5, અમરેલીમાં 4, ડાંગમાં 4, નર્મદામાં 3, નવસારીમાં 3, વલસાડમાં 3, બનાસકાંઠઆમાં 2, દેવભૂમિ દ્વારકામાં 2, ગીરસોમનાથમાં 2, પોરબંદરમાં 2, અરવલ્લીમાં 1, છોટાઉદેપુરમાં 1, મહીસાગરમાં 1, તાપીમાં 1, બોટાદમાં 1 મળીને કુલ 502 નવા કેસ નોંધાયા છે. (પ્રતીકાત્મક તસવીર)


ગુજરાતમાં હાલમાં કુલ 7439 કેસ એક્ટિવ છે જે પૈકીના 58 કેસ વેન્ટિલેટર પર છે. રાજ્યમાં કુલ 7381 દર્દીઓ સ્ટેબલ છે જ્યારે અત્યાર સુધીમાં 2,41, 372 દર્દીઓ કોરોનાને માત આપી દીધી છે. (પ્રતીકાત્મક તસવીર)