Home » photogallery » national-international » COVID-19 in India: સતત ચોથા દિવસે કોરોનાના એક લાખથી ઓછા કેસ, 3403 સંક્રમિતોની મોત

COVID-19 in India: સતત ચોથા દિવસે કોરોનાના એક લાખથી ઓછા કેસ, 3403 સંક્રમિતોની મોત

કોરોનાના નવા કેસો આવ્યા બાદ હવે દેશમાં સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 2 કરોડ 92 લાખ 74 હજાર 823 થઈ ગઈ છે.

  • 14

    COVID-19 in India: સતત ચોથા દિવસે કોરોનાના એક લાખથી ઓછા કેસ, 3403 સંક્રમિતોની મોત

    COVID-19 in India: દેશમાં (India) કોરોનાનો (coronavirus) ગ્રાફ ઝડપથી નીચે જતો જોવા મળી રહ્યો છે. કોરોનાની બીજી લહેર (corona second wave) કદાચ નબળી પડી હશે પરંતુ જોખમ હજી પણ બાકી છે. આરોગ્ય મંત્રાલયના મતે, જો કોરોના માર્ગદર્શિકાનું પાલન કરવામાં નહીં આવે તો આ આંકડા ફરી વધી શકે છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો (corona cses on 11 June 2021), દેશમાં કોરોના સંક્રમણના 91 હજાર 702 નવા કેસ નોંધાયા છે, જ્યારે 3403 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. કોરોનાના નવા કેસો આવ્યા બાદ હવે દેશમાં સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 2 કરોડ 92 લાખ 74 હજાર 823 થઈ ગઈ છે.

    MORE
    GALLERIES

  • 24

    COVID-19 in India: સતત ચોથા દિવસે કોરોનાના એક લાખથી ઓછા કેસ, 3403 સંક્રમિતોની મોત

    આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં કોરોનાથી અત્યાર સુધીમાં 11 લાખ 21 હજાર 671 સક્રિય કેસ નોંધાયા છે, જ્યારે 2 કરોડ 77 લાખ 90 હજાર 73 લોકો સ્વસ્થ થઈને તેમના ઘરે ગયા છે. દેશમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 3 લાખ 63 હજાર 79 લોકોનાં મોત નીપજ્યાં છે.

    MORE
    GALLERIES

  • 34

    COVID-19 in India: સતત ચોથા દિવસે કોરોનાના એક લાખથી ઓછા કેસ, 3403 સંક્રમિતોની મોત

    મહારાષ્ટ્રના કોરોનાથી મોટી રાહત જણાઈ રહી છે. ગુરુવારે મહારાષ્ટ્રમાં (Maharashtra corona update)) કોરોના વાયરસના 12,207 નવા દર્દીઓ નોંધાયા છે જ્યારે 393 લોકોનાં મોત નીપજ્યાં છે. આ પછી, રાજ્યમાં કેસની કુલ સંખ્યા વધીને 58,76,087 થઈ ગઈ છે જ્યારે મૃત્યુઆંક 1,03,748 પર પહોંચી ગયો છે. આરોગ્ય વિભાગે કહ્યું કે, ગુરુવારે નોંધાયેલા કેસો છેલ્લા ત્રણ દિવસમાં નોંધાયેલા કેસો કરતા થોડા વધારે છે. છેલ્લા કેટલાક દિવસોથી, દૈનિક ચેપના કેસો 10,000 ની આસપાસ આવી ગયા હતા. આ વર્ષે 9 માર્ચે રાજ્યમાં 9927 કેસ નોંધાયા હતા.

    MORE
    GALLERIES

  • 44

    COVID-19 in India: સતત ચોથા દિવસે કોરોનાના એક લાખથી ઓછા કેસ, 3403 સંક્રમિતોની મોત

    કોરોના સંક્રમણના દૈનિક આંકડાઓમાં (Gujarat corona update) પણ ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસનાં આંકડાઓની વાત કરીએ તો રાજયમાં નવા 544 કોરોના કેસ નોંધાયા છે. જ્યારે 11 વ્યક્તિઓ કોરોના વાયરસના કારણે મોતને ભેટ્યાં હતાં.ગુજરાત આરોગ્ય વિભાગે આપેલા આંકડા પ્રમાણે આજે ગુરુવારે સાંજના પાંચ વાગ્યા સુધી કુલ 2,68,485 વ્યક્તીઓને રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે રાજ્યમાં આજે કુલ 1505 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો દર 97.23 ટકા છે.

    MORE
    GALLERIES