

નવી દિલ્હી: દેશમાં અત્યાર સુધીમાં કુલ 57,75,322 લોકોને કોવિડ વેક્સીન (Covid Vaccine) આપવામાં આવી ચૂકી છે. બીજી તરફ, રવિવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 12,059 નવા (Corona Positive Cases) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 78 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,08,26,363 થઈ ગઈ છે. (પ્રતીકાત્મક તસવીર)


કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 1 કરોડ 5 લાખ 22 હજાર 601 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 11,805 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 1,48,766 એક્ટિવ કેસો છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 1,54,996 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. (પ્રતીકાત્મક તસવીર)


ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ રવિવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 6 ફેબ્રુઆરી સુધીમાં ભારતમાં કુલ 20,13,68,378 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, શનિવારના 24 કલાકમાં માત્ર 6,95,789 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. (પ્રતીકાત્મક તસવીર)


ગુજરાતમાં (Gujarat) 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 252 કેસ નોંધાયા છે. જેની સામે 401 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4394 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 97.38 ટકા છે. રાજયમાં આજે 51,362 વ્યક્તિઓને કોરોનાની રસી (corona vaccination) આપવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 5,51,554 વ્યક્તિઓનું રસીકરણ થયું છે. (પ્રતીકાત્મક તસવીર)


ગુજરાતના આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં અમદાવાદમાં 41, સુરતમાં 31, વડોદરામાં 81, રાજકોટમાં 33, ગાંધીનગરમાં 8, આણંદ, પાટણ, જૂનાગઢ, જામનગરમાં 6-6 સહિત કુલ 252 કેસ નોંધાયા છે. આજે અરવલ્લી, બનાસકાંઠા, ભાવનગર, બોટાદ, ડાંગ, જામનગર, નવસારી, પંચમહાલ, પોરબંદર અને તાપી એમ 10 જિલ્લામાં કોરાનાનો એકપણ કેસ નોંધાયો નથી. (પ્રતીકાત્મક તસવીર)


ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના કારણે એક દર્દીનું મોત થયું છે. મહીસાગરમાં 1 મોત થયું છે. બીજી તરફ અમદાવાદમાં 121, વડોદરામાં 103, રાજકોટમાં 62, સુરતમાં 69, અમરેલી, ખેડામાં 5-5 સહિત કુલ 401 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે. (પ્રતીકાત્મક તસવીર)