નવી દિલ્હી: ભારતમાં કોરોના સામે રિકવરી રેટ (Covid Recovery Rate) સુધરીને 97.2 ટકા સુધી પહોંચી ગયો છે. બીજી તરફ અત્યાર સુધીમાં 50 લાખની આસપાસ લોકોને કોરોનાની વેક્સીન (Corona Vaccination Drive) આપવામાં આવી ચૂકી છે. નોંધનીય છે કે, 10 રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં 24 કલાકમાં એક પણ મોત નથી થયું. આ ઉપરાંત 4 રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં એક પણ કેસ નોંધાયો નથી. (પ્રતીકાત્મક તસવીર)
દેશમાં અત્યાર સુધીમાં કુલ 49,59,445 લોકોને કોવિડ વેક્સીન (Covid Vaccine) આપવામાં આવી ચૂકી છે. બીજી તરફ, મંગળવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 12,408 નવા (Corona Positive Cases) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 120 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,08,02,591 થઈ ગઈ છે. (પ્રતીકાત્મક તસવીર)
નોંધનીય છે કે, ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 1 કરોડ 4 લાખ 96 હજાર 308 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 15,853 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 1,51,460 એક્ટિવ કેસો છે. ભારતમાં રિકવરી રેટ 97 ટકાએ પહોંચી ગયો છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 1,54,823 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. (પ્રતીકાત્મક તસવીર)
ગુજરાતમાં 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 275 કેસ નોંધાયા છે. જેની સામે 430 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4392 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 97.26 ટકા છે. રાજયમાં આજે 33,642 વ્યક્તિઓને કોરોનાની રસી (corona vaccination) આપવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 4,53,161 વ્યક્તિઓનું રસીકરણ થયું છે. (પ્રતીકાત્મક તસવીર)