

India Coronavirus Updates: ભારતમાં કોરોના વેક્સીનેશન (Corona Vaccination)ના માધ્યમથી 40 લાખથી વધુ દેશવાસીઓને રસી (Covid Vaccine) આપવામાં આવી ચૂકી છે. એક દિવસમાં 1.9 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. નોંધનીય છે કે, આંડામાન અને નિકોબારમાં છેલ્લા 8 દિવસમાં એક પણ કેસ (Corona New Cases) નોંધાયા નથી. ત્યાં છેલ્લા 42 દિવસમાં કોરોનાના કારણે એક પણ વ્યક્તિનું મોત નથી થયું. આ ઉપરાંત 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 100થી પણ ઓછા કેસ નોંધાયા છે. 14 રાજ્યો કે કેન્દ્રશાસિત પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં એક પણ મૃત્યુ નોંધાયું નથી. (REUTERS/Amit Dave/File Photo)


દેશમાં કોરોના વેક્સીનેશન અભિયાન (Corona Vaccination Campaign)નું પહેલું ચરણ હાલ ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં કુલ 41,38,918 લોકોને કોવિડ વેક્સીન (Covid Vaccine) આપવામાં આવી ચૂકી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 11,039 નવા (Corona Positive Cases) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 110 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,07,77,284 થઈ ગઈ છે. (પ્રતીકાત્મક તસવીર)


ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 1 કરોડ 4 લાખ 62 હજાર 631 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 14,225 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 1,60,057 એક્ટિવ કેસો છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 1,54,596 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. (પ્રતીકાત્મક તસવીર)


ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ બુધવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 2 ફેબ્રુઆરી સુધીમાં ભારતમાં કુલ 19,84,73,178 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, મંગળવારના 24 કલાકમાં 7,21,121 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. (પ્રતીકાત્મક તસવીર)


ગુજરાતમાં 2 ફેબ્રુઆરીની સાંજ સુધીમાં સરકારી કોરોના બૂલેટિન મુજબ કુલ 40,5550 વ્યક્તિને એક જ દિવસમાં કોરોનાની વેક્સિન આપવામાં આવી છે જ્યારે કુલ નવા 285 કેસ 24 કલાકમાં કોરોના વાયરસના ખાતામાં નોંધાયા છે. (પ્રતીકાત્મક તસવીર)


ગુજરાતમાં 24 કલાકમાં વડોદરામાં 86, અમદાવાદમાં 61. સુરતમાં 36, રાજકોટમાં 31, આણંદમાં 8, જૂનાગઢમાં 10, ગીરસોમનાથમાં 6, અમરેલી, બનાસકાંઠઆમાં 4, ગાંધીનગરમાં 8, જામનગરમાં 6, કચ્છમાં 3, મોરબીમાં 3, નર્મદામાં 3, દાહોદમાં 2, ખેડામાં 2, મહીસાગરમાં 2, મહેસાણામાં 2, નવસારી, સાબરકાંઠામાં 2, ભરૂચ, છોટાઉદેપુર, પંચમહાલમાં 1-1 કેસ નોંધાયા છે. (પ્રતીકાત્મક તસવીર)


બીજી તરફ, 24 કલાકમાં વડોદરામાં 86, અમદાવાદમાં 61. સુરતમાં 36, રાજકોટમાં 31, આણંદમાં 8, જૂનાગઢમાં 10, ગીરસોમનાથમાં 6, અમરેલી, બનાસકાંઠઆમાં 4, ગાંધીનગરમાં 8, જામનગરમાં 6, કચ્છમાં 3, મોરબીમાં 3, નર્મદામાં 3, દાહોદમાં 2, ખેડામાં 2, મહીસાગરમાં 2, મહેસાણામાં 2, નવસારી, સાબરકાંઠામાં 2, ભરૂચ, છોટાઉદેપુર, પંચમહાલમાં 1-1 કેસ નોંધાયા છે. (પ્રતીકાત્મક તસવીર)


વિશેષમાં, ગુજરાતમાં એક દિવસમાં 684 કેન્દ્રો પર કુલ 40,550 વ્યક્તિઓને કોરોનાની રસી આપવામાં આવી છે. જ્યારે કુલ 3,92,454 વ્યક્તિઓનું રસીકરણ સમાપ્ત થયું છે. અત્યારસુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને કોરોનાની રસીની આડઅસર જોવા ન મળી હોવાનો સરકારનો દાવો છે. રાજ્યનો કોરોનાનો રિકવરી દર 97.10 ટકાએ પહોંચ્યો છે. (પ્રતીકાત્મક તસવીર)