

નવી દિલ્હી: ભારતમાં 16 જાન્યુઆરીથી કોરોના વેક્સીનેશન (Corona Vaccination) કાર્યક્રમ શરૂ થઈ રહ્યો છે. આ પહેલા 24 કલાકમાં નોંધાતા આંકડામાં રાહતના સમાચાર મળ્યા છે. કોવિડ-19ના કારણે મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યા 200થી નીચે નોંધાઈ છે. સોમવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 16,311 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 161 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,04,66,595 થઈ ગઈ છે. (પ્રતીકાત્મક તસવીર)


નોંધનીય છે કે, દેશમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 1 કરોડ 92 હજાર 909 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 19,299 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 2,22,526 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,51,160 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. (પ્રતીકાત્મક તસવીર)


વિશેષમાં, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ સોમવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 10 જાન્યુઆરી સુધીમાં ભારતમાં કુલ 18,17,55,831 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, રવિવારના 24 કલાકમાં 6,59,209 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. (તસવીર- ICMR)


ગુજરાતની વાત કરીએ તો, કોરોના વાયરસના સંક્રમણમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. તેની સાથે જ સાજા થનારા ર્દદીઓની સંખ્યા પણ વધી છે. રાજ્યમાં 24 કલાકમાં 806 દર્દીઓ સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા. રાજ્યના કુલ 11 જિલ્લાઓમાં પાંચથી ઓછા કોરોના વાયરસના કેસ નોંધાયા. રાજ્યમાં અત્યાર સુધી 2,39,771 લોકો કોરોને મ્હાત આપી ચૂક્યા છે. (પ્રતીકાત્મક તસવીર)


બીજી તરફ, અરવલ્લી, ભરૂચ, છોટા ઉદેપુર, પાટણમાં 4-4 કેસ નોંધાયા છે. અમદાવાદ, ભાવનગર, નવસારી અને તાપીમાં 3-3 કેસ નોંધાયા છે. જામનગર અને મહીસાગરમાં માત્ર 2-2 કેસ નોંધાયા છે જ્યારે બોટાદ જિલ્લામાં માત્ર 1 કેસ નોંધાયો છે. (પ્રતીકાત્મક તસવીર)