નવી દિલ્હી: ભારતમાં કોરોના વેક્સીનેશન અભિયાન (Corona Vaccination Campaign)નું પહેલું ચરણ હાલ ચાલી રહ્યું છે. સોમવાર સુધીમાં કુલ 37,58,843 લોકોને કોવિડ વેક્સીન (Covid Vaccine) આપવામાં આવી ચૂકી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 11,427 નવા (Corona Positive Cases) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 118 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,07,57,610 થઈ ગઈ છે. (પ્રતીકાત્મક તસવીર)