India-China Standoff: લદાખમાં 30 માળની ઊંચાઇએ બેઠી છે ભારતીય સેના, 9 ચીની જવાન પર એક ભારતનો વીર છે ભારે
India China Standoff : લદાખમાં અનેક જગ્યાએ તેવી સ્થિતિ છે કે ચીની સેનાની એકદમ આમને સામને ભારતીય સેના છે. જો કે ભારતીય સેના એટલી ઊંચાઇ પર છે કે કોઇ પણ પરિસ્થિતિમાં ચીની સેના પર તે ભારે પડી શકે છે.


ભારત-ચીન (India, china) વચ્ચે પેંન્ગોંગ લેક પાસે અથડામણ પછી ઉચ્ચ સ્તરીય બેઠેક ચાલુ છે. જો કે રિપોર્ટમાં સામે આવ્યું છે કે લદાખના અનેક વિસ્તારોમાં ભારતીય સેના (Indian army) અને ચીની સેના એકદમ સામ સામે છે. અને સ્થિતિ ખૂબ જ તણાવપૂર્ણ છે. જો કે ભારતીય સેના ખૂબ જ ઊંચાઇએ હોવાથી ભારતીય સેનાને લડાઇમાં મોટો ફાયદો મળશે. (ladakh)


સાઉથ ચાઇનાની માર્નિંગ પોસ્ટના એક રિપોર્ટ મુજબ ભારતીય સેના અમુક અમુક વિસ્તારોમાં 30 માળની ઊંચી પોસ્ટ પર બેઠી છે. અને ચીની સેના તેમનાથી ખૂબ જ નીચે છે. ભારતીય જવાનો જે ઊંચાઇ પર કબ્જો મેળવ્યો છે. ત્યાંથી તેને હટાવવા ચીન માટે મુશ્કેલ બની શકે છે.


રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જે સેના ઊંચાઇ પર બેઠી હોય તેની પાસે બચાવની વધુ તકો હોય છે. અને ઊંચાઇ પર બેસીને તે સારી રીતે હુમલો પણ કરી છે. ચીની સિપાહીઓ માટે આ તેવું છે કે 30 માળની બિલ્ડિંગ પર કોઇ બેઠીને તેમની પર નજર રાખી રહ્યું છે. અને કોઇ પણ ગતિવિધિ થતા તે ઊપરથી તેમના પર નિશાનો લગાવી શકે છે.


આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સિયાચિન ગ્લેશિયરમાં 1984માં 6,700 મીટર ઊંચાઇ પર ભારતીય સૈન્ય ઓપરેશન કરી ચૂક્યું છે. સિયાચીન દુનિયાના સૌથી ઊંચા મેદાન છે. હાલ તણાવ 5,000 મીટર ચુશુલમાં છે. જ્યાં ચીની સેનાની સામે ભારતીય સેના દુર્ગમ વિસ્તારોમાં લડવા માટે સક્ષમ હોવું તેમના પર ભારી પડી શકે છે.


એક્સપર્ટ મુજબ આટલી ઊંચાઇ પર દુશ્મનની સામે હુમલો કરવા ધાતક સાબિત થઇ શકે છે. સાથે જ આટલી ઊંચાઇ પર ચડવું પણ મુશ્કેલ છે. કારણ કે શ્વાસ લેવામાં મુશ્કેલી આવી શકે છે. અને સામાન પણ ભારે હાય છે. ભારતના રિટાયર્ડ બ્રિગ્રેડિયર દીપક સિંહાના હવાલે લખવામાં આવ્યું છે કે ઊંચાઇ પર બેઠેલો એક વ્યક્તિ નીચે રહેલા 9 સૈનિકો પર એક જ ભારે પડી શકે છે.


ચીને ગત બે દિવસોમાં 4,600 મીટર ઊંચાઇ પર ઓછી કેલિબર વાળી Howitzerની સાથે અભ્યાસ કર્યો છે. અને 6ની જગ્યાએ 4 પૈડા વાળી ગાડી રાખી છે. આ ટ્રક પર HJ-10માં ચાર જગ્યાએ લોન્ટર છે. માનવામાં આવે છે કે આ હથિયારમાં બદલાવ પહાડી વિસ્તારોમાં વજન અને લંબાઇ ઓછું કરવા માટે કરવામાં આવ્યા છે.


રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીન અને ભારત ભલે શાંતિ અને વાતચીતની વાતો કરે પણ સીમા પર બંનેના સૈનિકોનો જમાવડો વધી રહ્યો છે. હાલની સેટેલાઇટની તસવીરોથી ખબર પડે છે કે ચીનના ડોકલામથી 300 કિમી દૂર પોતાના એરપોર્ટ પર અપગ્રેજ કરવાનું શરૂ કરી દીધું છે. અહીં હાડેન્ડ એરક્રાફ્ટ શેલ્ટર પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે. જે આ ક્ષેત્રમાં PLAની વાયુસેનાની તાકાત વધારવાનું કામ કરશે.