

પૂર્વ લદાખ (Ladakh)માં ચીન અને ભારત (India-China Border Tension) વચ્ચે છેલ્લા બે મહિનાથી સતત સીમા વિવાદ અને તણાવની પરિસ્થિતિ સામે આવી રહી હતી. જોકે હાલ પરિસ્થિતિ થોડી ઓછી થતી દેખાય છે. સુત્રોથી મળતી જાણકારી મુજબ ચીનના લદાખ પર એક વિવાદિત વિસ્તારથી સંપૂર્ણ પણે ચીની સેનાને હટાવી લેવામાં આવી છે. સુત્રોએ જણાવ્યું કે લદાખના હૉટ સ્પ્રિંગના પેટ્રોલ પાઇન્ડ 15થી ભારતીય ચીની સૈનિકો 2 કિલોમીટર સુધી પાછા ગયા છે. સુત્રોનું કહેવું છે કે ગોગરાના પેટ્રોલ પાઇન્ટ 17 એથી ગુરુવારે કે શુક્રવારે જવાનો બે કિલોમીટર પાછા હટાવવામાં આવશે.


સુત્રોથી મળેવી જાણકારી મુજબ પૈગૉન્ગ ઝીલ પાસે ફિંગર 4 વિસ્તારમાં ચીની સેનાની તરફથી હાલ કોઇ ગતિવિધિ થતી નથી જોવા મળી રહી. આ વિસ્તારમાં ચીની સેનાએ પોતાની ગાડીઓ, ટેન્ટ હટાવ્યા છે. જો કે રિઝ લાઇન પર હજી પણ મુવમેન્ટ જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે પહેલા ફિંગર 4થી આગળ સુધી ભારતીય સેના પેટ્રોલિંગ કરતી હતી. પણ ફિંગર 4માં ચીની સૈનિકોની હાજરી પછી તેમની પેટ્રોલિંગમાં દખલ આવી રહી છે.


આ પહેલા સોમવારે પૂર્વ લદાખની ગલવાન ખીણ (Ladakh Galwan Valley)માં ચીનના સૈનિકો પાછળ ગયા છે. બંને દેશોની સેના વચ્ચે હિંસક ઝડપવાળી જગ્યાએ 1.5 કિલોમીટર પાછળ ગઇ છે. અને હવે તેને બફર ઝોન બનાવવામાં આવ્યા છે જેથી કોઇ હિંસક ઘટના ન ઘટે. ભારતે ચીની સૈનિકોની પીછેહટનું ફિઝિકલ વેરિફિકેશન પણ કર્યું છે.


સુત્રો મુજબ 6 જૂનથી કોર કમાન્ડરની બેઠકમાં આ મામલે સહમતિ બની હતી. આ પછી 30 જૂને કોર કમાન્ડરના ત્રીજા સ્તરની બેઠકમાં ડિસએંગેજમેન્ટની પુષ્ટી માટે 72 કલાક વૉચ પરીયડ પણ નક્કી કરવામાં આવ્યો. જે પછી હવે બંને તરફથી સેનાએ પીછેહટ કર્યાની ખબર આવી છે.


ભારત અને ચીનની વચ્ચે 5 મેથી લદાખમાં તણાવની સ્થિતિ બનેલી હતી. 15-16 જૂનના રોજ લદાખના ગલવાન ખીણમાં રાત દરમિયાન બંને દેશો વચ્ચે હિંસક ઝડપમાં ભારતના 20 સૈનિકો શહીદ થયા હતા. ચીનને પણ સામે પક્ષે નુક્શાન વેઠવાનો વારો આવ્યો હતો. પણ ચીને અધિકૃત રીતે કેટલા સૈનિકોની મોત થઇ તે નથી જણાવ્યું. આ ઘટના પછી બંને દેશોની વચ્ચે સૈન્ય અને કૂટનૈતિક સ્તર પર સઘન કાર્યવાહી શરૂ થઇ. જે પછી બંને દેશો પોતાની સેના પાછી લેવા રાજી થયા છે. ઉલ્લેખનીય છે કે ગત 45 વર્ષમાં પહેલીવાર આ વિસ્તારમાં ભારતીય સૈનિકો આટલી મોટી સંખ્યામાં શહીદ થવાની ખબર આવી છે.