15મી ઑગસ્ટે દેશ પોતાની આઝાદીની 74મી વર્ષગાંઠ મનાવશે. આખા દેશમાં ઉજવણીનો માહોલ હશે. આ પ્રસંગે આખા દેશમાં કાર્યક્રમ યોજાશે. 15મી ઑગસ્ટ એ ભારત જ નહીં અન્ય 5 દેશ પણ એવા છે જે પોતાની આઝાદીની ઉજવણી કરે છે. ભારતની જેમ 5 દેશનો આઝાદી દિવસ 15 ઑગસ્ટ છે. ભારત સાથે દક્ષિણ કોરિયા, નોર્થ કોરિયા, કોંગો, બહરિન અને લિકટેંસ્ટીનને 15 ઑગસ્ટે આઝાદી મળી હતી.