નવી દિલ્હી : દેશમાં શનિવારે 74માં સ્વતંત્રતા દિવસની (Independence Day 2020) ઉજવણી થશે. સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યા પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે (President Ramnath Kovind)દેશને સંબોધિત કર્યું હતું. સ્વતંત્રતા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પરથી ધ્વજારોહણ અને દેશને સંબોધિત કરશે. ગુજરાતની વાત કરવામાં આવે તો રાજ્યકક્ષાનો સ્વાતંત્ર્ય પર્વ ગાંધીનગરમાં યોજાવાનો છે. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહેશે. બીજી તરફ ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલ મહેસાણા ખાતે પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ધ્વજવંદન કરશે. (ફાઇલ તસવીર)
ત્યારબાદ વડાપ્રધાનને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. ત્યારબાદ રક્ષા સચિવ GOC દિલ્હી એરિયાથી વડાપ્રધાનનો પરિચય કરાવશે અને પછી 7:30 વાગ્યે વડાપ્રધાન ધ્વજારોહણ કરશે. પછી સુરક્ષા દળોના જવાનો તેમને રાષ્ટ્રીય સલામી આપશે. આર્મીનું બેન્ડ રાષ્ટ્રગીતની ધૂન વગાડશે અને વડાપ્રધાનને 21 તોપોની સલામી આપવામાં આવશે. (ફાઇલ તસવીર)
ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રને સંબોધિત કરશે. વડાપ્રધાનના સંબોધન બાદ રાષ્ટ્રીય કેડેટ કોર્પ્સના કેડેટ રાષ્ટ્રગીત ગાશે અને પછી વડાપ્રધાન લાલ કિલ્લાથી રવાના થઈ જશે. આ અંગે પોલીસ અધિકારીએ જણાવ્યું કે, સુરક્ષા માટે માટે 300થી વધુ કેમેરા લગાવવામાં આવ્યા છે અને તેના ફુટેજ પર નજર રાખવામાં આવી રહી છે. (ફાઇલ તસવીર)