'નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર'નું ઉદ્ઘાટન 31મી માર્ચે થઈ રહ્યું છે. આ કેન્દ્ર મુંબઈના બીકેસીમાં આવેલું છે. ઉદ્ઘાટનનાં અવસરે 3 દિવસનો બ્લોકબસ્ટર શો યોજાશે. આ ઈવેન્ટમાં બોલિવૂડ અને હોલીવુડના કલાકારો ઉપરાંત દેશ-વિદેશના કલાકારો ઉપસ્થિત રહેશે. કેન્દ્રના માધ્યમથી દેશના તમામ નાગરિકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ માટે ખાસ ટિકિટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. કેન્દ્રની મુલાકાત લેવા માટે તમે અહીં શો જોવા માટે nmacc.com અથવા BookMyShow પરથી ટિકિટ ખરીદી શકો છો. કેન્દ્રમાં બાળકો, વિદ્યાર્થીઓ, વરિષ્ઠ નાગરિકો અને વિકલાંગ વ્યક્તિઓને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે. નીતા અંબાણીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ભારતીય સંસ્કૃતિ અને કલા માટે નવા દરવાજા ખુલશે.