Home » photogallery » national-international » Sri Lanka Economic Crisis : શ્રીલંકામાં નવા વર્ષની ઉજવણીને બદલે વિરોધ પ્રદર્શન, સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર

Sri Lanka Economic Crisis : શ્રીલંકામાં નવા વર્ષની ઉજવણીને બદલે વિરોધ પ્રદર્શન, સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર

શ્રીલંકા અત્યાર સુધીના સૌથી મોટા આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. દરમિયાન, 14 એપ્રિલે શ્રીલંકાએ નવા વર્ષની ઉજવણી કરી હતી. જોકે, આ વખતે આર્થિક સંકટ વચ્ચે નવા વર્ષની ઉજવણીમાં મોજમસ્તી કે પાર્ટીઓ નહીં પણ વિરોધ પ્રદર્શનો થયા હતા. તસવીરોમાં જુઓ તાજેતરની સ્થિતિ..

  • 17

    Sri Lanka Economic Crisis : શ્રીલંકામાં નવા વર્ષની ઉજવણીને બદલે વિરોધ પ્રદર્શન, સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર

    શ્રીલંકાના રહેવાસીઓએ ગુરુવારે રાષ્ટ્રપતિ કાર્યાલયની બહાર તેમના પરંપરાગત નવા વર્ષની ઉજવણી કરતા એકબીજા સાથે દૂધ, ચોખા અને કેક વહેંચી હતી. દેશમાં અત્યાર સુધીની સૌથી ખરાબ આર્થિક કટોકટી પર રાષ્ટ્રપતિના રાજીનામાની માંગ સાથે વિરોધીઓ છઠ્ઠા દિવસે પણ અહીં પડાવ નાખીને બેઠા છે.

    MORE
    GALLERIES

  • 27

    Sri Lanka Economic Crisis : શ્રીલંકામાં નવા વર્ષની ઉજવણીને બદલે વિરોધ પ્રદર્શન, સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર

    આ દરમિયાન ગૃહયુદ્ધ દરમિયાન અપંગ થયેલા સૈનિકોએ ચૂલા પ્રગટાવ્યા, બૌદ્ધ સાધુઓએ ધાર્મિક મંત્રોચ્ચાર કર્યા. કેટલાક વિરોધીઓએ 'સંઘર્ષની જીત'ના નારા લગાવતા ફટાકડા ફોડ્યા હતા.

    MORE
    GALLERIES

  • 37

    Sri Lanka Economic Crisis : શ્રીલંકામાં નવા વર્ષની ઉજવણીને બદલે વિરોધ પ્રદર્શન, સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર

    રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેના કાર્યાલયના પ્રવેશદ્વાર પર વિરોધ કરી રહેલા લોકો દેશની આર્થિક સ્થિતિ માટે તેમને જવાબદાર ઠેરવી રહ્યા છે. તેમના પર ભ્રષ્ટાચાર અને કુશાસનનો આરોપ લગાવતા, તેઓ તેમના શક્તિશાળી પરિવારને સત્તા છોડવા માટે પણ આહ્વાન કરી રહ્યા છે.

    MORE
    GALLERIES

  • 47

    Sri Lanka Economic Crisis : શ્રીલંકામાં નવા વર્ષની ઉજવણીને બદલે વિરોધ પ્રદર્શન, સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર

    પોતાના પતિ અને બે બાળકો સાથે વિરોધ પ્રદર્શનમાં સામેલ થયેલા વિરોધકર્તા દિલાની નિરંજલાએ કહ્યું કે સામાન્ય દિવસોમાં અમારા બાળકો નવા વર્ષની ઉજવણી કરવા તેમના દાદા-દાદી પાસે જાય છે, પરંતુ આજે અમે તેમને દેશની વાસ્તવિક પરિસ્થિતિ બતાવવા માંગીએ છીએ.

    MORE
    GALLERIES

  • 57

    Sri Lanka Economic Crisis : શ્રીલંકામાં નવા વર્ષની ઉજવણીને બદલે વિરોધ પ્રદર્શન, સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર

    તેમણે કહ્યું, “દેશમાં શું થઈ રહ્યું છે તે અંગે અમે તેમની સાથે ખોટું બોલવા માંગતા નથી. અમે તેમને ગેરમાર્ગે દોરીને નવા વર્ષની ઉજવણી કરવા અમારા ગામમાં જવા માંગતા નથી. બાળપણથી, તેઓએ સત્ય જોવું જોઈએ અને સત્ય સાથે જીવવું જોઈએ."

    MORE
    GALLERIES

  • 67

    Sri Lanka Economic Crisis : શ્રીલંકામાં નવા વર્ષની ઉજવણીને બદલે વિરોધ પ્રદર્શન, સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર

    શ્રીલંકાના લોકોએ તાજેતરના મહિનાઓમાં ઇંધણ અને ખોરાકની અછત અને દૈનિક વીજ કાપનો સામનો કરવો પડ્યો છે. તેમજ શ્રીલંકા નાદારીની આરે છે.

    MORE
    GALLERIES

  • 77

    Sri Lanka Economic Crisis : શ્રીલંકામાં નવા વર્ષની ઉજવણીને બદલે વિરોધ પ્રદર્શન, સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર

    નાના બાળકના હાથમાં #SaveOurFuture લખેલા પ્લેકાર્ડ છે. ચહેરા પર નિરાશા અને હાથમાં રાષ્ટ્રધ્વજ ધરાવતા યુવાનો છે. પ્રદર્શનમાં વડીલો, મહિલાઓ અને છોકરીઓ પણ છે. શ્રીલંકામાં ભાગ્યે જ કોઈ એવો વર્ગ હશે જે આ વિરોધમાં સામેલ ન હોય.

    MORE
    GALLERIES