ફતેહપુરઃ ઉત્તર પ્રદેશમાં (Uttar Pradesh) એક દર્દનાક ઘટના સામે આવી હતી. અહીં દિયર (Diyar) અને ભાભીએ (Bhabhi) એક જ ફંદામાં ફાંસો ખાઈને આત્મહત્યા (suicide) કરી લીધી હતી. સવારે બંનેના લાશો જોઈને પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું. જ્યારે ઘટનાની જાણ થતાં જ સમગ્ર ગામમાં હડકંપ મચી ગયો હતો. પોલીસ પણ ઘટનાની જાણ થતાં સ્થળ ઉપર પહોંચીને બંનેની લાશોને નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. ફતેહપુરના (fatepur) લમહેટા ગામમાં દિયર અને ભાભી (Diyar bhabhi love affair) વચ્ચે ચાલતા આડા સંબંધોનો અંત લાવવા માટે પરિવારે દિયરના લગ્ન નક્કી કર્યા હતા. જોકે, સામાજિક સંબંધોને બાજુમાં મૂકી એક બીજા સાથે જીવન મરણના કોલ લીધેલા બંનેને આ સ્વીકાર ન હતું.