ભારતીય હવામાન વિભાગે કહ્યું છે કે, અગામી 5 દિવસમાં ચોમાસુ કેરળના તટ પર દસ્તક આપશે. 2-3 દિવસમાં અંડમાન-નિકોબાર સિવાય આસામ, મેઘાલય, નાગાલેન્ડ, ત્રિપુરા અને કર્ણાટકમાં ભારે વરસાદની આસા વ્યક્ત કરવામાં આવી રહી છે. જ્યારે, બીજી બાજુ હવામાન વિભાગના ADG ડો. મૃત્યુંજય મહાપાત્રાનું કહેવું છે કે, ઉત્તર ભારતના દિલ્હી-એનસીઆર, ઉત્તર પ્રદેશ, પંજાબ, ચંદીગઢ, મધ્યપ્રદેશ, બિહાર, રાજસ્થાન સહિત કેટલાએ વિસ્તારોમાં કાળઝાળ ગરમી અને લૂનો પ્રકોપ અગામી 2 દિવસ હજુ જોવા મળશે. ત્યારબાદ ધીરે ધીરે લૂથી રાહત મળશે. તમને જણાવી દઈએ કે, રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પારો 49.6 ડિગ્રી સુધી પહોંચી ગયો, જે અત્યાર સુધીનું સૌથી વધારે તાપમાન રહ્યું છે. ગરમીએ 75 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. આ પહેલા શ્રીગંગાનગરમાં 30મે 1944ના રોજ વધારેમાં વધારે તાપમાન 49.4 નોંધાયું હતું.
હવામાન વિભાગના ADG ડો. મૃત્યુંજય મહાપાત્ર અનુસાર, 6 જૂન સુધી ચોમાસુ કેરળ પહોંચવાની આશા છે. સાથે જ, નોર્થ ઈસ્ટ રાજ્યોમાં અગામી 3-5 દિવસમાં ગડગડાહટ સાથે ભારે વરસાદ થઈ શકે છે. જ્યારે, દિલ્હીમાં હાલમાં વરસાદની કોઈ સંભાવના જોવા નથી મળી રહી. તાપમાન વધીને 46 ડિગ્રી સુધી પહોંચી શકે છે. જોકે, બે દિવસ બાદ ધીરે-ધીરે તાપમાનમાં ઘટાડો નોંધાશે.