રશિયા યુક્રેન યુદ્ધે દુનિયાને આઠ મહિનાથી પણ વધુ સમય માટે વિશ્વયુદ્ધને આરે લાવીને ઊભું રાખી દીધું હતું. દુનિયાના ઘણાં દેશોની અર્થવ્યવસ્થા અસ્તવ્યસ્ત થઈ ગઈ હતી. એવામાં લોકોના મનમાં એવો પ્રશ્ન ચોક્કસ ઉદ્ભવવો સ્વાભાવિક હશે કે, જો ત્રીજું વિશ્વયુદ્ધ થાય તો સૌથી વધુ સુરક્ષિત જગ્યા કઈ હશે. 2021માં થયેલા ગ્લોબલ પીસ ઇન્ડેક્સના અભ્યાસથી જાણવા મળે છે કે, દુનિયામાં ભૂરણનૈતિક અને ભૌગોલિક માપદંડોના આધારે લિસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યુ છે કે જેમાં વિશ્વના કેટલાક દેશ ત્રીજા વિશ્વયુદ્ધ પહેલાં જ સુરક્ષિત થઈ જશે.
ન્યૂઝિલેન્ડ પણ દુનિયાથી અલગ પડતો દેશ છે. એટલે ત્યાં પણ યુદ્ધની અસર નહિવત્ થાય તેવી શક્યતા છે. ગ્લોબલ પીસ ઇન્ડેક્સના જણાવ્યા પ્રમાણે, ત્રીજા વિશ્વયુદ્ધમાં આ દેશ સૌથી સુરક્ષિત સુરક્ષિત હશે. આ દુનિયાનો બીજા નંબરનો શાંત દેશ માનવામાં આવે છે. તેની ભૌગોલિક સ્થિતિ રશિયા અને અમેરિકાથી દૂર હોવાથી તેને વધુ પસંદ કરવામાં આવે છે.
ગ્લોબલ પીસ ઇન્ડેક્સના રેન્કિંગ પ્રમાણે, આઇસલેન્ડ એવો દેશ છે કે જ્યાં ત્રીજા વિશ્વયુદ્ધ દરમિયાન સૌથી વધુ શાંતિ રહે તેવી શક્યતા છે. તેનું ખાસ કારણ એ છે કે, તે એક યુરોપિયન દેશ છે અને ફેવરેટ ડેસ્ટિનેશન બને તેવી પણ સંભાવના છે. તેની ભૌગોલિક સ્થિતિ તેને સૌથી ખાસ બનાવે છે. આ યુરોપના ઉત્તરથી દૂર એટલાન્ટિક મહાસાગર વચ્ચે સ્થિત દેશ છે. આમ તો, તે નાટોનો સદસ્ય છે, પરંતુ તેની પોતાની સેના નથી.
આયરલેન્ડ ઇંગ્લેન્ડ પાસે આવેલો દેશ છે. જ્યાં પ્રાકૃતિક વાતાવરણ ખૂબ જ શાંત છે. તેની ખાસ વાત એ છે કે, આ નાટોનો સદસ્ય નથી. પરંતુ નાટોનો સૌથી મહત્વનો મેમ્બર ગણાતો દેશ અમેરિકાના સૌથી મોટા સહયોગી બ્રિટન સાથે જોડાયેલો છે. એટલે કે, ત્રીજા વિશ્વયુદ્ધ દરમિયાન પરમાણુ બોમ્બ કે જૈવિક હથિયારોની આ દેશને અસર નહીં થાય. પરંતુ બહુ દૂરની એક શક્યતા એવી પણ છે કે, કેમ બ્રિટન તુલનાત્મક રૂપે ઓછું સુરક્ષિત નથી.