નવી દિલ્હી. ભારતમાં કોવિડ-19ની બીજી લહેર (Covid-19 Second Wave) કહેર વરસાવી રહી છે. જોકે હવે કોરોના સંક્રમણ (Coronavirus)ના નવા કેસોમાં ઘટાડો નોંધાયો છે. પરંતુ મોતના આંકડા હજુ પણ વધારે છે. આ દરમિયાન ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ પોતાના એક રિસર્ચમાં દાવો કર્યો છે કે બીજી લહેરની પાછળ જવાબદાર માનવામાં આવી રહેલા વાયરસના મ્યૂટન્ટ (Coronavirus Mutant)ને વિદેશી પ્રવાસીઓ ભારત લાવ્યા. ત્યારબાદ આ મ્યૂટન્ટ વાયરસ પ્રવાસી શ્રમિકો અને ધાર્મિક આયોજનોમાં સામેલ થનારા લોકોના માધ્યમથી દેશભરમાં ફેલાયો. (ફાઇલ તસવીર-PTI)
મીડિયા રિપોર્ટ્સ મુજબ, આઇસીએમઆરના રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે પ્રારંભિક સમયમાં કોરોના સંક્રમણનો પ્રસાર મુખ્ય રૂપથી પ્રવાસી શ્રમિકોની અવર-જવર અને ધાર્મિક આયોજનથી થયો હતો. પ્રારંભિક ચરણના નમૂનાથી સાર્સ સીઓવી-2 વેરિયન્ટમાં જોવામાં આવેલા અમીનો એસિડ મ્યૂટેશનની સ્વતંત્ર ઓળખ હાલના સમયમાં ફેલાઈ રહેલા સ્ટ્રેનના વધારાને દર્શાવે છે. (ફાઇલ તસવીર)
રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે જાન્યુઆરી 2020થી ઓગસ્ટ 2020ની વચ્ચે સાર્સ સીઓવી-2ના સીકવન્સના વિશ્લેષણથી સ્પાઇક પ્રોટીનમાં E484Q મ્યૂટેશન હોવાની જાણ થઈ. આ સીકવન્સ માર્ચ અને જુલાઈ 2020માં મહારાષ્ટ્રમાં મળ્યું હતું. વધુ એક રોગ પ્રતિરોધક ક્ષમતાને છેતરનારું મ્યૂટેશન સ્પાઇક પ્રોટીનમાં N440ના અમીનો એસિડ મે 2020માં તેલંગાણા, આંધ્ર પ્રદેશ અને આસામમાં જોવા મળ્યા હતા. (પ્રતીકાત્મક તસવીર)