જયપુરઃ રાજસ્થાનના (Rajasthan news) આઈએએસ અધિકારી ટીના ડાબીની (IAS Tina Dabi) એક પોસ્ટ ચર્ચામાં આવી છે. ટીના ડાબીની એક પોસ્ટને માત્ર થોડાક કલાકોમાં 78,000થી ઉપર લાઈક મળી ચુકી છે. ટીના ટાબીની આ પોસ્ટને યુઝર્સ ખુબ જ પસંદ કરી રહ્યા છે. સપનાઓને પ્રોત્સાહિત કરનારી આ પોસ્ટને ટીના ડાબીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ (IAS Tina Dabi instagram post) ઉપર શેર કરી છે.
ટીના ડાબીએ પોતાની પોસ્ટમાં સપનાઓને પુરા કરવા માટે પ્રેરણા આપતી પોસ્ટ લખી હતી. જેમાં લખ્યું હતું કે, જ્યારે તમે કોઈ સપનું જુઓ છો અને તેને મહેસૂસ થાય છે કે સપનું તમારાથી ખુબ જ દૂર છે તો નિરાશ થવાની જરૂરત નથી. આ અંતર તમને આગળ વધવા માટે સમય આપે છે. ડાબીનું કહેવું છે કે જો તમે સરળતાથી સપના સુધી પહોંચી જશો તો તેનો કોઈ અર્થ નહીં રહે. (photo-facebook)