IAS Love Story, IAS Divya S Iyer: અત્યાર સુધી આપે કેટલાય આઈએએસ અધિકારીની લવ સ્ટોરી વાંચી-સાંભળી હશે. આઈએએસ ટીના ડાબી, આઈએએસ સૃષ્ટિ જયંત દેશમુખ, આઈપીએસ નવજોત સિમીની લવ સ્ટોરી તો ખૂબ જ પ્રખ્યાત છે. પણ કેરલ કૈડરના આઈએએસ દિવ્યા એસ અય્યરની પ્રેમ કહાની સૌથી અલગ છે. જાણો આઈએએસ દિવ્યા એસ અય્યર અને કોંગ્રેસના ધારાસભ્ય કેએસ સબરીનાધનની ક્યૂટ લવ સ્ટોરી.
આઈએએસ તથા ડોક્ટર મોટા ભાગે પોતાના સર્કલમાં લગ્ન કરતા હોય છે. કેટલાય આઈએએસ અધિકારીની લવ સ્ટોરી LBSNAA માં ટ્રેનિંગ સાથે જ શરુ થઈ જાય છે. થોડો સમય એકબીજાને ડેટ કર્યા બાદ તેઓ લગ્ન કરી લેતા હોય છે. રાજનેતા અને આઈએએસ પ્રોફેશનલી ભલે એકબીજાથી નજીક હોય પણ તેમના વચ્ચે ભાગ્યે જ સારા સંબંધો હોય છે. ત્યારે આવા સમયે આઈએએસ દિવ્યા એસ અય્યર અને કેરલના એમએલએ કેએસ સબરીનાથનની લવ સ્ટોરી ખૂબ જ અનોખી છે.
કેએસ સબરીનાથન દિવંગત કોંગ્રેસી નેતા અને અસેંબલી સ્પીકર જી કાર્તિકેયનના પુત્ર છે. સબરીનાથન મેનેજમેન્ટ ગ્રેજ્યુએટ છે અને રાજનીતિમાં આવ્યા તે પહેલા તેઓ બેંગલુરુમાં હતા. 2015માં પિતાના મૃત્યુ બાદ તેઓ રાજકારણમાં આવ્યા અને પેટાચૂંટણીમાં પિતાની સીટ પરથી વિજયી થયા. 2015માં ફક્ત 31 વર્ષમાં કેરલના સૌથી નાની ઉંમરના ધારાસભ્ય બન્યા. હાલમાં તેઓ યૂથ કોંગ્રેસના સ્ટેટ વાઈસ પ્રેસિડેંટ છે.
આઈએએસ દિવ્યા એસ અય્યર કેરલ કૈડરમાં તૈનાત છે. આઈએએસ અધિકારી ડો. દિવ્યા એમબીબીએસ છે. તેમના પિતા ઈસરોમાં અધિકારી રહ્યા છે. શાસ્ત્રીય સંગીત પસંદ કરનારા દિવ્યા 2014ની બૈચના અધિકારી છે. તેમના ડાંસ વીડિયો મોટા ભાગે વાયરલ થતાં રહે છે. થોડા મહિના પહેલા તેમનો એક ફોટો વાયરલ થયો હતો, જેમા તેઓ પોતાના દીકરાને ખોળામાં લઈને કોઈ કાર્યક્રમમાં ભાષણ આપી રહ્યા હતા.
આઈએએસ દિવ્યા એસ અય્યર અને એમએલએ કેએસ સબરીનાધનની લવ સ્ટોરી તિરુવનંતપુરમમાં એક મુલાકાત બાદ શરુ થઈ હતી. કેએસ સબરીનાધને 2007માં ફેસબુક પર પોતાના રિલેશનશિપ સ્ટેટસને કમિટેડ બતાવતા લખ્યું હતું કે, જ્યારે અમે થોડા નજીક આવ્યા તો, અનુભવ્યું કે, જીવન પ્રત્યે અમારા વિચારો, દ્રષ્ટિકોણ અને પસંદ ઘણા બધા અંશે ભળતી આવે છે. એટલા માટે અમે પરિવારના આશીર્વાદ સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો.