

કોલ્લમઃ ખતરનાક કોરોના લોકો ઉપર કાળ બનીને તૂટી પડ્યો છે. આ વાયરસે અનેક જિંદગીઓને તબાહ કરી દીધી છે. પરંતુ કોરોનાના કાળ બન્યા પહેલા જ એક પતિ પોતાની પત્ની માટે કાળ બન્યો હતો. તેણે પોતાની પત્નીને એવું મોત આપ્યું જે અંગે જાણીને તમને પણ હેરાન થઈ જશો. કોલ્લમમાં 25 વર્ષીય મહિલા ઉથરાના મોતની તપાસ ક્રાઈમ બ્રાન્ચ (crime branch) કરી રહી હતી. 6 મેની રાત્રે ઉથરાના મોતથી માતા-પિતા ખુબ જ દુઃખી હતા. તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે ખુલાસો કર્યો કે ઉથરાના પતિ સૂરજએ પોતાના દોસ્ત સુરેશ સાથે મળીને પોતાની પત્નીને સાંપ વડે કરડાવીને ભયાનક મોત આપ્યું હતું. પોલીસે 24-5 2020ના રોજ સૂરજ અને તેનો મિત્ર સુરેશની ધરપકડ કર લીધી હતી. આ બંનને પકડ્યા પછી સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો.


Youtube ઉપરથી લીધી હતી. સાંપને કંટ્રોલ કરવાની ટ્રેનિંગઃ પોલીસના જણાવ્યા પ્રાણે સૂરજે પોતાની પત્નીથી કોઈપણ રીતે છૂટકારો મેળવવો હતો. કારણ કે સૂરજ અન્ય સ્ત્રી સાથે લગ્ન કરવા માંગતો હતો. તેને પોતાની પત્નીને મારવાનું ષડયંત્ર રચવું હતું. પત્નીને મારવા માટે સૂરજે પહેલા યુટ્યૂબ વીડિયો જોવાનુ શરૂ કર્યું હતું. તેણે યુટ્યૂબ ઉપરથી ટ્રેનિંગ લીધી કે કેવી રીતે કોઈપણ સાંપને પકડી શકાય. અને તેને કેવી રીતે કાબુમાં કરી શકાય. આ કામમાં તેણે પોતાના એક મિત્રની આ કામમાં મદદ લીધી હતી. સુરેશ સાંપ પકડવા માટે પ્રોફેશનલ હતો. અને તે સાંપ પકડવા માટે ઉસ્તાદ હતો. સુરેશે પણ સૂરજને સાંપો અંગે વિશેષ ટ્રેનિંગ આપી હતી.


સાંપ કરડે તે જોઈ રહ્યો હતોઃ કોલ્લામના પોલીસ અધીક્ષક (ગ્રામ્ય), હરિશંકરના જણાવ્યા પ્રમાણે 6 મેના રોજ સૂરજે પોતાના દોસ્ત પાસેથી ઝેરી સાંપ ખરીદ્યો હતો. અને તેણે એક થેલામાં રાખીને પોતાના ઘરે લઈ ગયો હતો. રાતના સમયે જ્યારે તેની પત્ની સુઈ ગઈ હતી ત્યારે આ સાંપ તેના શરીર ઉપર ફેંકી દીધો હતો. સાંપે બે વખથ ઉથરાને ડંખ માર્યો હતો. સુરજ આ ઘટના જોઈ રહ્યો હતો. ડંખ માર્યા બાદ સૂરજ સાંપને એક કેન્ટેનરમાં રાખવાની કોશિશ કરી પરંતુ સાંપ તેની પકડમાં આવ્યો નહીં. અને રૂમમાં જ સંતાઈ ગયો. ડરના માર્યો સૂરજ પણ આખી રાત જાગતો રહ્યો.


પહેલા પણ સાંપ કરડાવી ચૂક્યો હતોઃ બીજા દિવસે સવારે સૂરજ વહેલા ઘરની બહાર જતો રહ્યો હતો. તેના પરિવાજન ઉથરાની લાશને જોઈને હેરાન હતા. અને બાદમાં રૂમમાંથી સાંપ પણ મળ્યો હતો. ઉથરાના પરિવારજનોને એ જ વખતે શંકા થઈ હતી. કારણે કે આ બીજી વખત હતું જ્યારે ઉથરાને સાંપે ડંખ માર્યો હોય. આ પહેલા 2 માર્ચે પણ ઘરની અંદર ઉથરાને સાંપે ડંખ માર્યો હતો. જોકે, યોગ્ય સમયે સારવાર મળતા તેનો જીવ બચી ગયો હતો.


કોબ્રા અને રસેલ વાઈપર સાપ કરડાવ્યાઃ પોલીસના જણાવ્યા પ્રમાણે સૂરજ અને સુરેશે પોતાનો ગુનો કબૂલ્યો હતો. પથનમથિટ્ટા જિલ્લાના એક ખાનગી બેન્ક કર્મચારી સૂરજ સાથે ઉથરાની બે વર્ષ પહેલા જ લગ્ન થયા હતા. સૂરજે લગ્નમાં ઉથરાના પરિવાર તરફથી મળેલા મોટાભાગના ઘરેણાંઓ વેચી માર્યા હતા. જોકે સૂરજે પોતાની પત્નીને મારવા માટે કોબ્રા અને રસેલ વાઈપર જે ખૂબ જ ઝેરી સાંપનો ઉપયોગ કર્યો હતો.