Home » photogallery » national-international » ચારિત્ર્ય પર શંકા રાખી પત્નીને કારથી કચડી નાખી, છ મહિના પહેલા જ કર્યાં હતા પ્રેમ લગ્ન

ચારિત્ર્ય પર શંકા રાખી પત્નીને કારથી કચડી નાખી, છ મહિના પહેલા જ કર્યાં હતા પ્રેમ લગ્ન

રુકસાના અને ચંદન કુમારે છ મહિના પહેલા જ પ્રેમ લગ્ન કર્યાં હતા, લગ્ન બાદ ચંદનને લાગવા માંડ્યું હતું કે રુકસાનાના કોઈ અન્ય પુરુષ સાથે સંબંધ છે.

विज्ञापन

  • 14

    ચારિત્ર્ય પર શંકા રાખી પત્નીને કારથી કચડી નાખી, છ મહિના પહેલા જ કર્યાં હતા પ્રેમ લગ્ન

    લાતેહાર: ઝારખંડના લાતેહર જિલ્લા (Latehar District)ના હેરહંજ પોલીસ મથક વિસ્તારમાં એક અજાણી મહિલા (Unidentified Woman)નો મૃતદેહ મળવાનો કેસ પોલીસે ઉકેલી નાખ્યાનો દાવો કર્યો છે. આ કેસમાં પોલીસે મહિલાના પતિ (Husband) અને તેના બે મિત્રોની હત્યા માટે ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખીને તેના પતિએ તેના બે મિત્રો સાથે મળીને કારથી કચડી (Run over by Car) નાખી હતી. જે બાદમાં હત્યાને દુર્ઘટના (Accident)માં ખપાવવા માટે લાશને રસ્તાની બાજુમાં ફેંકી દીધી હતી. પીડિત મહિલા અને આરોપી પતિના છ મહિના પહેલા જ પ્રેમ લગ્ન (Love Marriage) થયા હતા. બંનેએ આંતરજ્ઞાતિય લગ્ન કર્યા હતા.

    MORE
    GALLERIES

  • 24

    ચારિત્ર્ય પર શંકા રાખી પત્નીને કારથી કચડી નાખી, છ મહિના પહેલા જ કર્યાં હતા પ્રેમ લગ્ન

    ગત 15 સપ્ટેમ્બરના રોજ પોલીસને હેરહંજ પોલીસ મથક વિસ્તારના ઇનાતૂ બરવાગઢા જંગલમાંથી અજાણી મહિલાની લાશ મળી હતી. જે બાદમાં મહિલાની ઓળખ રુકસાના બાનો નામે થઈ હતી. ધરપકડ કરવામાં આવેલા આરોપીમાં ચંદન કુમાર ચંદ્રવંશી, ઓમ પ્રકાશ ગુપ્તા ઉર્ફે મન્ટૂ અને ગોપાલ ઠાકુર ઉર્ફે રંજીત ઠાકુર સામેલ છે. તમામ ઝરહા લેસ્લીગંજના નિવાસી છે.

    MORE
    GALLERIES

  • 34

    ચારિત્ર્ય પર શંકા રાખી પત્નીને કારથી કચડી નાખી, છ મહિના પહેલા જ કર્યાં હતા પ્રેમ લગ્ન

    આંતર જ્ઞાતિ લગ્ન થયા હતા : આઈપીએસ હરવિંદરસિંહે જણાવ્યું કે પોલીસ તપાસમાં માલુમ પડ્યું છે કે રુકસાના બાનોએ આંતરજ્ઞાતિય લગ્ન કર્યા હતા. રુકસાનાના લગ્ન ગામના જ ચંદનકુમાર ચંદ્રવંશી સાથે આ જ વર્ષે ફેબ્રુઆરીમાં લગ્ન કર્યા હતા. લગ્ન બાદ ચંદન કુમારને શંકા હતી કે તેની પત્ની રુકસાનાના અન્ય કોઈ પુરુષ સાથે લગ્નેત્તર સંબંધ છે. જે બાદમાં તેણે પોતાના બે મિત્રો સાથે મળીને પત્નીની હત્યા કરવાનું ષડયંત્ર ઘડ્યું હતું.

    MORE
    GALLERIES

  • 44

    ચારિત્ર્ય પર શંકા રાખી પત્નીને કારથી કચડી નાખી, છ મહિના પહેલા જ કર્યાં હતા પ્રેમ લગ્ન

    ભાડાની કારથી કચડી નાખી : પોલીસે જણાવ્યું કે પતિ ચંદને પોતાના બે મિત્ર ધર્મપુર લાતેહાર નિવાસી રાજૂનો સંપર્ક કર્યો હતો. તેની કાર ચંદને પ્રતિ દિવસ બે હજાર રૂપિયાના ભાડાથી રાખી હતી. જે બાદમાં ચંદન પત્નીને કારમાં બેસાડીને બહાર લઈ ગયો હતો. રસ્તામાં ચંદને પત્નીને નીચે ઉતારી દીધી હતી અને થોડે દૂર સુધી પગપાળા ચાલીને જવાનું કહ્યું હતું. સાથે એમ પણ જણાવ્યું હતું કે હું કોઈને મળીને આવું છું. જે બાદમાં ચંદન અને તેના મિત્રોએ પાછળથી રુકસાનાને કારની ટક્કર મારી પછાડી દીધી હતી. જે બાદમાં રુકસાનાના શરીર પર ત્યાં સુધી કાર ચલાવી હતી જ્યાં સુધી તેનું પ્રાણ પંખેરું ઉડી ન ગયું. પોલીસે આ કેસને ઉકેલી નાખીને રુકસાનાના પતિ સહિત ત્રણ આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

    MORE
    GALLERIES