Home » photogallery » national-international » કોરોનાની નકલી રસીથી કઈ રીતે બચી શકાય? કઈ રીતે ઓળખશો ફેક સેન્ટરને? અહીં જાણો

કોરોનાની નકલી રસીથી કઈ રીતે બચી શકાય? કઈ રીતે ઓળખશો ફેક સેન્ટરને? અહીં જાણો

કેટલાક રાજ્યોમાં લોકોને નકલી રસી આપનાર ટોળકીનો પર્દાફાશ થયો છે

  • 15

    કોરોનાની નકલી રસીથી કઈ રીતે બચી શકાય? કઈ રીતે ઓળખશો ફેક સેન્ટરને? અહીં જાણો

    દેશમાં લોકોને કોરોના સંક્રમણથી બચાવવા માટે રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. રસીકરણ માટે લોકોમાં જાગૃતિ લાવવા પ્રયાસ થયા છે. આવી સ્થિતિમાં બોગસ રસીના કિસ્સા પણ સામે આવી રહ્યા છે. કેટલાક રાજ્યોમાં લોકોને નકલી રસી આપનાર ટોળકીનો પર્દાફાશ થયો છે. નકલી રસીના કારણે કેટલાક લોકો બીમાર થયા હોવાનું પણ જાણવા મળે છે. કેટલાક લોકોને ભવિષ્યમાં તેની ગંભીર અસર થશે તેવો ડર છે. જોકે, કેટલાક સરળ તકેદારીઓ રાખી નકલી રસીથી બચી શકાય છે.

    MORE
    GALLERIES

  • 25

    કોરોનાની નકલી રસીથી કઈ રીતે બચી શકાય? કઈ રીતે ઓળખશો ફેક સેન્ટરને? અહીં જાણો

    સોસાયટી કે કોલોની ખાનગી રસીકરણ કેમ્પનું આયોજન કરવા ઈચ્છે, તો રેજીડેન્ટ વેલફેર એસોસિયેશને સ્થાનિક અધિકારીઓ સહિત પોલીસને તેની જાણકારી અપાવી જોઈએ. પરવાનગી મળે ત્યારબાદ જ આગળ વધવું જોઈએ. જેનાથી તમામ તપાસ થઈ જશે. (પ્રતિકાત્મક તસવીર - (pixabay)

    MORE
    GALLERIES

  • 35

    કોરોનાની નકલી રસીથી કઈ રીતે બચી શકાય? કઈ રીતે ઓળખશો ફેક સેન્ટરને? અહીં જાણો

    આ ઉપરાંત શક્ય હોય તો રેજીડેન્ટ વેલફેર એસોસિયેશન અથવા કોર્પોરેટ કંપનીઓએ ખાનગી હોસ્પિટલો તેમના વિસ્તારમાં રસીકરણ કેમ્પ કરે તે માટે કરાર કરવો જોઈએ. આવી સ્થિતિમાં બોગસ રસી આપનાર લોકોનો ઘટસ્ફોટ હોસ્પિટલ જ કરી નાખશે. (પ્રતિકાત્મક તસવીર - (pixabay)

    MORE
    GALLERIES

  • 45

    કોરોનાની નકલી રસીથી કઈ રીતે બચી શકાય? કઈ રીતે ઓળખશો ફેક સેન્ટરને? અહીં જાણો

    રસી મુકાવવાનું વિચારતા તમામ લોકોએ કોવિન પોર્ટલ પર પોતાનું રજિસ્ટ્રેશન કરાવવું જોઈએ. જ્યાં કોવિન પોર્ટલ પર રજિસ્ટ્રેશન ન થતું હોય તેવા સેન્ટરે જવું જોઈએ નહીં. આ ઉપરાંત રસી લગાવ્યા બાદ તરત રસીકરણના પ્રમાણપત્રની માંગણી કરવી જોઈએ. જો ત્યાં સર્ટિફિકેટ આપવાની આનાકાની થાય કે વાર લાગવાની વાત કરે તો તે શંકાસ્પદ હોય શકે છે. એટલે કે, બોગસ રસી હોય શકે. (પ્રતિકાત્મક તસવીર - ( news18 English via Serum Institute of India)

    MORE
    GALLERIES

  • 55

    કોરોનાની નકલી રસીથી કઈ રીતે બચી શકાય? કઈ રીતે ઓળખશો ફેક સેન્ટરને? અહીં જાણો

    કોરોનાની રસી લીધા પછી દરેકને તાવ, માથાનો દુ:ખાવો અથવા કળતર જેવી સમસ્યા થતી નથી, પરંતુ મોટાભાગના લોકોને 1 થી 2 દિવસ તકલીફ પડે છે. રસી લીધા બાદ આવા લક્ષણો તરફ એલર્ટ રહો. પોતાની સાથે રસી લેનાર અન્ય લોકોની તપાસ પણ કરો. જો, એક જ સેન્ટર પરથી રસી લેનાર કોઈને પોસ્ટ વેકસીન સમસ્યા નડે નહીં તો તે ફેક વેકસીન સેન્ટર હોઈ શકે છે. તે શંકાસ્પદ હોવાની જાણકારી સ્થાનિક તંત્રને આપો. (પ્રતિકાત્મક તસવીર - (pixabay)

    MORE
    GALLERIES