નવા સંસદ ભવનના નિર્માણનું કારણ જૂના સંસદ ભવનમાં જગ્યાના અભાવને આપવામાં આવ્યું છે. સેન્ટ્રલ વિસ્ટાની વેબસાઈટ અનુસાર, 1971ની વસ્તી ગણતરીના આધારે કરવામાં આવેલા સીમાંકનના આધારે લોકસભાની બેઠકોની સંખ્યા 545 પર રહે છે. 2026 પછી તેમાં નોંધપાત્ર વધારો થવાની સંભાવના છે કારણ કે કુલ બેઠકોની મર્યાદા 2026 સુધી જ છે.
નવા સંસદ ગૃહમાં અનુક્રમે 770 બેઠકો અને 384 બેઠકોની ક્ષમતા સાથે મોટા લોકસભા અને રાજ્યસભા હોલ હશે. સંયુક્ત સત્રનું આયોજન કરવા માટે લોકસભા હોલમાં 1140 બેઠકો સુધીની વધારાની ક્ષમતા પણ હશે. કમિટી રૂમ, સંસદીય બાબતોના મંત્રાલયની મુખ્ય કચેરીઓ, લોકસભા સચિવાલય અને રાજ્યસભા સચિવાલય જેવી આવશ્યક સુવિધાઓ સાથે આ ઇમારતમાં જાહેરમાં સુલભ મ્યુઝિયમ-ગ્રેડ ગેલેરીઓ અને પ્રદર્શનોનો પણ સમાવેશ થશે...
આ દરમિયાન પીએમ મોદીએ નવા સંસદ ભવનમાં ડિજિટલ વર્કનું પરીક્ષણ પણ કર્યું હતું. તમને જણાવી દઇએ કે નવા સંસદ ભવનની ડિઝાઇનમાં સંસદના કામમાં મદદ કરવા માટે અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેક્નોલોજીનો સમાવેશ કરવામાં આવશે. ડિબેટિંગ હોલમાં ફર્નિચરમાં સ્માર્ટ ડિસ્પ્લે અને બાયોમેટ્રિક્સનો સમાવેશ થાય છે જેથી સાહજિક અને ગ્રાફિકલ ઇન્ટરફેસ સાથે મતદાન કરવામાં સરળતા રહે.