

દેશમાં કોરોના સંકટ (Covid 10 Crisis) વચ્ચે કેન્દ્ર સરકારે લોકડાઉન (Lockdown)ના 36 દિવસ પછી અલગ અલગ વિસ્તારોમાં ફસાયેલા લોકોને રાહત આપી છે. લોકડાઉનમાં ફસાયેલા પ્રવાસી મજૂર, વિદ્યાર્થીઓ, તીર્થ યાત્રીઓ, પર્યટકો હવે પોતાના રાજ્યમાં પાછા ફરી શકશે. જો કે આ મામલે સંબંધિત રાજ્યોની સહમતિ હોવી જરૂરી છે.


ગુહ મંત્રાલયની તરફથી જાહેર કરવામાં આવેલા દિશા નિર્દેશમાં આ અંગે જાણકારી આપવામાં આવી છે. જો કે આ હેઠળ બીજા રાજ્યોમાં જવાની છૂટ ખાલી બસના માધ્યથી જ મળશે. અને ઘરે પહોંચ્યા પછી તેમને ક્વોરંટાઇનમાં રહેવું પડશે. જે લોકો બીજા રાજ્યમાં પાછા જવા માંગે છે તેમને આ નિયમોનું પાલન પણ કરવું પડશે. વિગતવાર આ અંગે જાણો.


1. ગૃહ મંત્રાલયે નિર્દેશ જાહેર કર્યા છે કે તમામ રાજ્યોમાં ફસાયેલા લોકોને પાછા મોકલવા માટે અને પોતાને ત્યાં બોલવવા માટે નોડલ ઓફિસર નિયુક્ત કરવા પડશે. અને માનક પ્રોટોકૉલ તૈયાર કરવો પડશે. નોડલ ઓફિસર પોતાના રાજ્યો કે કેન્દ્ર શાસિત પ્રદેશમાં ફસાયેલા લોકોને રજિસ્ટર કરશે. 2. જો ફસાયેલા લોકોનો સમૂહ એક રાજ્યથી બીજા રાજ્યમાં જવા માંગે છે તો રાજ્યએ એક બીજા સાથે સલાહ અને ચર્ચા કરીને રસ્તાના માર્ગે આવવા જવાનો પ્લાન કરી શકે છે.


આ આદેશમાં કહેવામાં આવ્યું છે કે ફસાયેલા લોકોના સમૂહને લાવવા લઇ જવા માટે બસોનો ઉપયોગ કરવાનો રહેશે. આ બસોને સેનેટાઇજ કરવામાં આવશે. સીટોમાં બેસતી વખતે સોશિયલ ડિસ્ટેંસિંગના નિયમોનું પાલન કરવું ફરજીયાત છે. ગૃહ મંત્રાલય મુજબ પ્રવાસ દરમિયાન તેમનું સ્ક્રીનિંગ થશે. આ દરમિયાન જો તેમનામાં કોઇ કોરોનાના લક્ષણ ના દેખાયા તો જ તેમને જવાની પરવાનગી આપવામાં આવશે.


વધુમાં આદેશ મુજબ બસને વચ્ચે આવતા રાજ્યોએ પણ આ બસને પોતાના રાજ્યથી પસાર થવા દેવી પડશે. વળી ત્યાં પહોંચ્યા પછી પણ સ્થાનિક સ્વાસ્થય અધિકારીઓ તેમના પર નજર રાખશે. અને તેમને 14 દિવસ સુધી ઘરમાં ક્વૉરન્ટાઇન રહેવું પડશે.<br />ઉલ્લેખનીય છે કે સ્વાસ્થય મંત્રાલયે જાણકારી આપી છે કે દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા હવે વધીને 33050 થઇ ગઇ છે. જેમાંથી 23651 એક્ટિવ કેસ છે. કોરોનાના કારણે અત્યાર સુધીમાં 1074 લોકોના પ્રાણ ગયા છે. અને 8324 જેટલા દર્દીઓ ઠીક થઇને પોતાના પરિવાર સાથે પાછા ફરી ચૂક્યા છે. ત્યારે જો તમે કોઇ જગ્યાએ કોઇ રાજ્યમાં ફસાઇ ગયા હોવ તો આ રીતે તમારા માદરે વતન પાછા ફરી શકો છો. બસ ઉપરોક્ત નિયમનું પાલન તમારે કરવાનું રહેશે.