Home » photogallery » national-international » ગૃહ મંત્રી અમિત શાહે હૉસ્પિટલ જઈને હિંસામાં ઘાયલ પોલીસકર્મીઓના પૂછ્યા ખબર અંતર

ગૃહ મંત્રી અમિત શાહે હૉસ્પિટલ જઈને હિંસામાં ઘાયલ પોલીસકર્મીઓના પૂછ્યા ખબર અંતર

ગૃહ મંત્રી અમિત શાહે સિવિલ લાઇન્સ સ્થિત સુશ્રુતા ટ્રોમા સેન્ટર અને તીરથ રામ શાહ હૉસ્પિટલ ખાતે પોલીસકર્મીઓના હાલચાલ પૂછ્યા

विज्ञापन

  • 15

    ગૃહ મંત્રી અમિત શાહે હૉસ્પિટલ જઈને હિંસામાં ઘાયલ પોલીસકર્મીઓના પૂછ્યા ખબર અંતર

    નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah)એ ગુરુવારે દિલ્હીની હૉસ્પિટલ પહોંચીને ગણતંત્ર દિવસ (Republic Day 2021) પર ખેડૂતોની ટ્રેક્ટર રેલી (Farmers Tractor Rally) દરમિયાન થયેલી હિંસા (Delhi Violence)માં ઘાયલ થયેલા પોલીસકર્મીઓના (Delhi Police) ખતર અંતર પૂછ્યા. ગૃહ મંત્રી પહેલા સિવિલ લાઇન્સ સ્થિત સુશ્રુતા ટ્રોમા સેન્ટર ગયા. ત્યાં તેઓએ હૉસ્પિટલમાં દાખલ ઘાયલ પોલીસકર્મીઓની મુલાકાત લીધી. તેઓએ પોલીસકર્મીઓના ખતર અંતર પૂછ્યા. ત્યારબાદ અમિત શાહ તીરથ રામ શાહ હૉસ્પિટલ પણ ગયા. ત્યાં પણ ઘાયલ પોલીસકર્મીઓ અને તેમના પરિજનો સાથે મુલાકાત કરી. (Photo: ANI)

    MORE
    GALLERIES

  • 25

    ગૃહ મંત્રી અમિત શાહે હૉસ્પિટલ જઈને હિંસામાં ઘાયલ પોલીસકર્મીઓના પૂછ્યા ખબર અંતર

    નોંધનીય છે કે, ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન હિંસાની ઘટનાઓમાં લગભગ 394 પોલીસકર્મી ઘાયલ થયા હતા. ગણતંત્ર દિવસે દિલ્હીમાં થયેલી હિંસા બાદ તરત જ ગૃહ મંત્રી અમિત શાહે મંગળવારે ઉચ્ચ સ્તરીય બેઠક પણ બોલાવી હતી. (Photo: ANI)

    MORE
    GALLERIES

  • 35

    ગૃહ મંત્રી અમિત શાહે હૉસ્પિટલ જઈને હિંસામાં ઘાયલ પોલીસકર્મીઓના પૂછ્યા ખબર અંતર

    બીજી તરફ, ટ્રેક્ટર પરેડમાં હિંસાના એક દિવસ બાદ કેન્દ્રીય મંત્રી અમિત શાહે બુધવારે સુરક્ષા સ્થિતિ અને શહેરમાં શાંતિ સુનિશ્ચિત કરવા માટે ભરવામાં આવેલા પગલાંની સમીક્ષા કરી હતી. બેઠકમાં કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લા અને ગૃહ મંત્રાલય તથા દિલ્હી પોલીસના વરિષ્ઠ અધિકારીઓએ પણ હિસ્સો લીધો હતો. (Photo: ANI)

    MORE
    GALLERIES

  • 45

    ગૃહ મંત્રી અમિત શાહે હૉસ્પિટલ જઈને હિંસામાં ઘાયલ પોલીસકર્મીઓના પૂછ્યા ખબર અંતર

    બેઠકમાં રાષ્ટ્રીય રાજધાનીમાં શાંતિ સુનિશ્ચિત કરવા માટે ભરવામાં આવેલા પગલાંઓ વિશે ગૃહ મંત્રીને જાણકારી આપવામાં આવી હતી. બીજી તરફ કેન્દ્ર સરકારે કાયદો અને વ્યવસ્થાને ધ્યાને લઈ દિલ્હી પોલીસના સહયોગ માટે 4,500 અર્ધસૈનિક દળના કર્મીઓને પહેલા જ તૈનાત કરી દીધા છે. (Photo: ANI)

    MORE
    GALLERIES

  • 55

    ગૃહ મંત્રી અમિત શાહે હૉસ્પિટલ જઈને હિંસામાં ઘાયલ પોલીસકર્મીઓના પૂછ્યા ખબર અંતર

    બીજી તરફ, પોલીસનું કહેવું છે કે ટ્રેક્ટર પરેડમાં થયેલી હિંસામાં ખેડૂત નેતાઓની ભૂમિકા તપાસવામાં આવશે. હિંસા અને તોડફોડમાં દિલ્હી પોલીસના 394 કર્મી ઘાયલ થયા છે. દિલ્હી પોલીસ કમિશ્નર એસ.એન. શ્રીવાસ્તવે બુધવારે કહ્યું હતું કે કિસાન યૂનિયનોએ ટ્રેક્ટર પરેડ માટે નિયત શરતોનું પાલન નથી કર્યું. પરેડ બપોરે 12 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી થવાની હતી અને તેમાં 5,000 ટ્રેક્ટર સામેલ થવાના હતા. (Photo: ANI)

    MORE
    GALLERIES