નવી દિલ્હી : ઈતિહાસના પાના ફેરવીને જુઓ તો 15 ફેબ્રુઆરીના દિવસે અનેક મહત્વપૂર્ણ ઘટનાઓ નોંધાઈ છે. 1903માં પહેલીવાર આજના દિવસે Morris Michtomએ પોતાની દુકાનમાં જાતે બનાવેલા બે સોફ્ટ ટૉય રજૂ કર્યા. Michtomએ આ નરમ રમકડાને ટેડી બિયર (Teddy bear) નામ આપ્યું. આ પહેલા Michtomએ રાષ્ટ્રપતિ થિયોડોર રૂજવેલ્ટ (Theodore Roosevelt)ની પાસે તેમના ઉપનામ ટેડીનો ઉપયોગ કરવા માટે વિનંતી કરી હતી. રાષ્ટ્રપતિ રુજવેલ્ટે તેની મંજૂરી આપી હતી.