પાકિસ્તાનમાં મંગળવારે શપથ ગ્રહણ સમારોહ બાદ નવી સરકારે (New Government in Pakistan) સત્તા સંભાળી લીધી છે. ત્યારે નવા વડાપ્રધાન શાહબાઝ શરીફ (Shehbaz Sharif)ના મંત્રીમંડળના એક સભ્યની ચર્ચાએ જોર પકડ્યું છે. તેમનું નામ હિના રબ્બાની ખાર (Hina Rabbani Khar) છે. તેઓ પાકિસ્તાનની નવી સરકારમાં મંત્રી બન્યા છે. એક સમયે હિના રબ્બાની ખાર અને બિલાવલ ભુટ્ટો (Bilawal Bhutto) વચ્ચેના અફેરની વાતો પાકિસ્તાનના રાજકીય કોરિડોરમાં ખૂબ જાણીતી હતી. હિના રબ્બાની ખાર મંત્રી બન્યા બાદ ફરી એક વખત તેમની જોડી બિલાવલ ભુટ્ટો સાથે બની રહી છે.
હિના રબ્બાની ખારને રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. પાકિસ્તાન પીપલ્સ પાર્ટીની સભ્ય હિના રબ્બાની ખાર એક જાણીતા રાજકારણી છે. તેમણે ફેબ્રુઆરી 2011થી માર્ચ 2013 સુધી પાકિસ્તાનના 21માં વિદેશ પ્રધાન તરીકે સેવા આપી હતી. તેઓ પોતાની રાજકીય ક્ષમતાઓ ઉપરાંત સ્ટાઇલ, ફેશન અને શૃંગારની સેન્સ માટે પણ જાણીતા છે.
બિલાવલ ભુટ્ટો અને હિના રબ્બાની ખાર વચ્ચેના પ્રેમ સંબંધનો ધડાકો પહેલીવાર 2012માં થયો હતો, તે સમયે બિલાવલ ભુટ્ટો માત્ર 24 વર્ષના અને હિના રબ્બાની ખાર 35 વર્ષના હતા. બિલાવલ ભુટ્ટો અને હિના રબ્બાની વચ્ચેના પ્રેમ અને રોમાન્સનો ખુલાસો સૌ પ્રથમ બાંગ્લાદેશી ટેબ્લોઇડ ધ વીકલી બ્લિટ્ઝ દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પાકિસ્તાનના રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો.
બાંગ્લાદેશી અખબારે દાવો કર્યો હતો કે, પાકિસ્તાનના તત્કાલિન રાષ્ટ્રપતિ આસિફ અલીએ પોતાના પુત્ર બિલાવલ ભુટ્ટો અને હિના રબ્બાની ખારને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ભવનની અંદર વાંધાજનક હાલતમાં પકડ્યા હતા. તે સમયે બિલાવલ ભુટ્ટો રાષ્ટ્રપતિ ભવનમાં રહેતા હતા. વાંધાજનક હાલતમાં પકડાયા બાદ રાષ્ટ્રપતિ ભવનમાં હોબાળો મચી ગયો હતો, જો કે આ બાબતને દબાવી દેવામાં આવી હતી.
આ દરમિયાન પાકિસ્તાન, ભારત અને બાંગ્લાદેશમાં લોકોએ બિલાવલ ભુટ્ટો અને હિના રબ્બાની વચ્ચેના સંબંધો અંગે સોશિયલ મીડિયા પર ઘણી પોસ્ટ કરી હતી. હિના રબ્બાની તે સમયે પાકિસ્તાનના વિદેશ મંત્રી હતા. આ વિવાદ વધ્યા બાદ તેમને વિદેશ મંત્રી પદ પરથી હટાવવાની ઉગ્ર માંગ ઉઠી હતી. જોકે, હિના રબ્બાનીને ભારતમાં ઘણો સપોર્ટ આપવામાં આવ્યો હતો અને વર્ષ 2012માં હિના રબ્બાનીના સપોર્ટમાં સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ્સ ચલાવવામાં આવ્યા હતા. જેમાં હિના રબ્બાનીએ પ્રેમી બિલાવલ સાથે લગ્ન કરી લેવા જોઈએ તેવી સલાહ અપાઈ હતી.