વિજય વર્ધન ઉપ્રેતી, ઉત્તરાખંડ. પહાડો (Mountains)માં વરસાદ (Rain) અને બરફવર્ષા (Snowfall) ઘણી ઓછી થવાના કારણે ચારેતરફ .નુકસાનની આશંકા તો ઊભી થાય છે જે પરંતુ બદલાતા મૌસમની સૌથી વધુ માર હિમાલયન વિયાગ્રા (Himalayan Viagra) એટલે કે યારસા ગંબૂ (Yarsa Gambu)ની ઉપજ પર પડે છે. યારસા ગંબૂનું ઉત્પાદન ઓછું થવાથી બોર્ડર વિસ્તારમાં રહેતા હજારો પરિવારોની આજીવિકા પર ભારે સંકટ ઊભું થયું છે.
ગયા વર્ષની તુલનામાં આ વર્ષે પહાડી વિસ્તારોમાં વરસાદ અને બરફવર્ષા અડધી જ થઈ છે, જેની સીધી અસર પર્યાવરણ અને ઉપજ પર પડવાનું નક્કી છે. હિમાલયની પહાડીઓના ઊંચાણવાળા વિસ્તારોમાં ઉગતી યારસા ગંજૂનું ઉત્પાદન તાપમાન પર નિર્ભર કરે છે. ખૂબ જ કિંમતી યારસા ગંબૂ માટે ભારે બરફવર્ષા જરૂરી છે, બીજી તરફ તેના માટે માઇનસ ચારથી માઇનસ પંદર ડિગ્રીનું તાપમાન જરુરી છે. રિસર્ચમાં પણ એવું જાણવા મળ્યું છે કે જે વર્ષે બરફવર્ષા ઓછી થાય છે, તેની ઉપજમાં પણ ઘટાડો નોંધાય છે. જાણકારોનું માનીએ તો પહેલા યારસા ગંબૂની ઉપજ 3 હજાર મીટરની ઊંચાઈથી શરૂ થઈ જતી હતી, પરંતુ હવે તે 3500 મીટરથી ઉપર જ ઊગે છે.
યારસા ગંબૂના એક્સપર્ટ ડૉ. સચિન બોહરાએ કહ્યું છે કે યારસા ગંબૂની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ભારે ડિમાન્ડ છે, આ જ કારણ છે કે તેની એક કિલોગ્રામની કિંમત 20 લાખ રૂપિયાથી વધુ છે. ઉત્તરાખંડમાં પિથૌરાગઢ, ચમોલી અને ઉત્તરકાશીના ઊંચાણવાળા વિસ્તારોમાં તેની સૌથી વધુ ઉપજ થાય છે. બોર્ડર વિસ્તારોમાં ઊગતા યારસા ગંબૂ, 20 હજારથી વધુ પરિવારોની આવકનો એકમાત્ર સ્ત્રોત છે.
ધારચૂલા ધારાસભ્ય હરીશ ધામીએ કહ્યું કે, 2013 બાદ યારસા ગંબૂનું ઉત્પાદન ઘટતી બરફવર્ષાની સાથે સતત ઘટ્યું છે. એવામાં આ વર્ષે જ્યારે ઊંચાણવાળા વિસ્તારોમાં પણ સફેદ ચાદર નથી છવાઈ તેથી ઉપજમાં રેકોર્ડ ઘટાડો નોંધાઈ શકે છે. ગ્લોબલ વોર્મિંગે પહાડોના મૌસમ ચક્રને ખૂબ જ પ્રભાવિત કર્યું છે, જેની અસર ગ્લેશિયરથી લઈને ઊંચાણવાળા વિસ્તારોની મૂલ્યવાન પ્રાકૃતિક સંપદા ઉપર પણ પડી રહી છે.